:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

આંતરરાષ્ટ્રીય બોકસર વિજેન્દ્ર કુમાર ભાજપમાં સામેલ: બોક્સિંગમાં પદ્મશ્રી-અર્જુન એવોર્ડથી સન્માનિત

top-news
  • 03 Apr, 2024

લોકસભાની ચુંટણીઓ માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પાર્ટીઓનું પ્રચાર અભિયાન પુર જોશથી ચાલી રહ્યું છે, જેની સાથે ઉમેદવારોનું પક્ષ પલટી કરવાનો કાર્યક્રમ પણ ચાલુ જ છે, એવામાં આંતરરાષ્ટ્રીય બોકસર વિજેન્દ્ર કુમારને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેઓ આજે ભાજપમાં સામેલ થયા છે. વિજેન્દ્ર સિંહને બોક્સિંગમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.બોક્સર વિજેન્દ્ર સિંહ બપોરે 3 વાગ્યે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો છે. તેમણે વર્ષ 2019માં કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બોકસર વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયો છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક લાઈન પોસ્ટ કરી હતી. ત્યારબાદ એવી અટકળો થઈ રહી હતી કે, વિજેન્દ્ર સિંહ ભાજપમાં સામેલ થઈ શકે છે.

વિજેન્દ્ર કુમારે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તેમણે કોંગ્રેસની ટિકિટ પરથી દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી. તે ભાજપના રમેશ બિધૂડી સામે ચૂંટણી હારી ગયો હતો. બિધૂડીને 6 લાખ 87 હજારથી વધારે મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાધવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ મત મળ્યા હતા. તો વિજેન્દ્ર કુમારને 1 લાખ 64 હજારથી વધારે મત મળ્યા હતા.

વિજેન્દ્ર કુમાર મુળ હરિયાણા જિલ્લાના ભિવાનીનો રહેવાસી છે. તે જાટ સમુદાયમાંથી આવે છે. ત્યારે પશ્ચિમી યુપી અને હરિયાણાની સીટ પર ભાજપ માટે ફાયદો થઈ શકે છે. વિજેન્દ્રે 2008માં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.

લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણી માટે ૧૯ એપ્રિલ થી ૧ જૂન દરમિયાન મતદાન થશે અને 4 જૂનના રોજ પરિણામ આવશે.જે માટે તમામ પાર્ટીઓ મહેનતમાં લાગી ચૂકી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎