:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

આરોપીને નજરકેદ ભારે પડી: સરકારને ચુકવવા પડશે 1.64 કરોડ...

top-news
  • 10 Apr, 2024

સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ ગૌતમ નવલખા સાથે એ વાતની સ્પષ્ટતા કરી છે કે નજરકેદમાં રહેવા દરમિયાન મળેલી સુરક્ષાનો ખર્ચ તેમણે જ આપવો પડશે. કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુરક્ષા માટે મોકલવામાં આવેલા પોલીસ કર્મચારીઓનો ખર્ચની ચુકવણીથી તેઓ ન બચી શકે. આ માટેનું કારણ જણાવતા કોર્ટે કહ્યું કે તેમણે પોતે જ હાઉસ એરેસ્ટની માંગણી કરી હતી.

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેન્ચે જણાવ્યું કે નજરકેદમાં રહેવા દરમિયાન નવલખા પર 1.64 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની તેમણે ચુકવણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે તેમની અલ્ગાર પરિષદ-માર્કસિસ્ટને લગતા મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની નજરકેદની માંગણી કરતી અરજીને ગ્રાહ્ય રાખી હતી.

કોર્ટે એક્ટિવિસ્ટ નવલખાના વકીલને કહ્યું કે તમે નજરકેદની માંગ કરી હોવાથી આ અંગેના ખર્ચની ચુકવણી પણ તમારે જ કરવાની રહેશે. બેન્ચે કહ્યું કે ચુકવણીની જવાબદારીમાંથી તમે છટકી ન શકો. કારણ કે આ અંગેની માંગણી પણ તમારા દ્વારા જ કરવામાં આવી હતી. એનઆઈએ જણાવ્યું કે 1.64 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની નીકળે છે, જે નવલખાએ કરવાની રહેશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎