:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ઈડી પછી સીબીઆઈએ કે કવિથાની દિલ્હી લીકર પોલીસી કેસમાં ધરપકડ કરી: કોર્ટે પૂછપરછની આપી પરવાનગી

top-news
  • 11 Apr, 2024

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને ગુરુવારે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિથાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે કવિથા પર આમ આદમી પાર્ટીના નેતાને લીકર લાયન્સ માટે 100 કરોડ રૂપિયા આપવાનો કથિત આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ કવિતા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે કવિથાની હૈદરાબાદના બજારા હિલ્સ વિસ્તારમાંથી 15 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 

દિલ્હી કોર્ટે સેન્ટ્રલ તપાસ એજન્સીને પૂછપરછ માટે પરવાનગી આપ્યા પછીથી બીઆરએસના નેતાની ધરપકડ થઈ હતી. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સીબીઆઈને કવિથાની પૂછપરછ માટે જેલની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી.  ઈડીએ કવિથાને સમગ્ર કેસની સૂત્રધાર ગણાવી હતી. તપાસ એજન્સીએ તેની રિમાન્ડ એપ્લિકેશનમાં જણાવ્યું છે કે તેણીએ એક આપ નેતાને દિલ્હી એક્સાઈઝ ડ્યુટીના મામલામાં પોતાની તરફેણ કરવા બદલ 100 કરોડની લાંચ આપી હતી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎