:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

માલદીવને ભારતનો વિરોધ ભારે પડ્યો: હવે મુંબઈમાં રોડ શો કરશે....

top-news
  • 12 Apr, 2024

ભારતની સાથેના સંબંધોને તણાવપૂર્ણ બનાવીને માલદીવે પોતાના જ પગ પર કુહાડી મારવાનું કામ કર્યું છે. ભારતથી માલદીવ ફરવા માટે જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તેની અસર માલદીવની ઈકોનોમી પર પડી રહી છે. તેના પગલે માલદીવની એક મોટી ટુરિઝમ સંસ્થાએ ભારતીય પર્યટકોને મનાવવા માટે ભારતના મોટા શહેરમાં રોડ શો કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને ભારતીય પ્રવાસીઓની માલદીવ માટે બંધાઈ ગયેલી ધારણાને બદલી શકાય અને તેમનામાં ફરી એક વખત માલદીવ માટેનો પ્રેમ જાગ્રૃત કરી શકાય. 

ઉલ્લેખનીય છે કે સમુદ્રથી ધેરાયેલા માલદીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન છે. અહીં ભારતીયો વેકેશનમાં મોટી સંખ્યામાં આવે છે. જોકે સ્થિતિ ત્યારે બદલાઈ જ્યારે રાષ્ટ્રપતિ મુઈજ્જૂએ તેમના ચૂંટણી અભિયાનમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો. તેના પગલે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારતીય સૈનિકોને પણ પોતાના દેશમાંથી બહાર નીકળવા અંગેનો આદેશ માલદીવે આપ્યો છે.

આ ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્રીપથી પોતાની તસ્વીર બહાર પાડી હતી. તે પછીથી સોશિયલ મીડિયા પર લક્ષદ્રીપ અને માલદીવની સરખામણી થવા લાગી. તે પછીથી માલદીવના ઘણા મંત્રીઓ સહિત કેટલાક અધિકારીઓએ ભારતની વિરુદ્ધ અપમાનજક ટિપ્પણી કરી હતી. તે પછીથી માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યામાં ઘટાડો આવ્યો. હવે ભારત આ નુકસાનને ભરપાઈ કરવા માટેના પગલાઓ ભરી રહ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎