:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ભારત-પેરુ વેપાર કરારનો 7 મો તબક્કો શરૂ: દિલ્હીમાં વાણિજ્ય સચિવ બાર્થવાલે કરી મહામહિમ ટેરેસા સાથે મુલાકાત ..

top-news
  • 12 Apr, 2024

ભારત-પેરુ વેપાર કરાર માટે સાતમા તબક્કાની વાટાઘાટો 8 થી 11 એપ્રિલ દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ ચર્ચાઓમાં એકબીજાની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને સમજવાનો તથા વાટાઘાટોનાં મૂળમાં પારસ્પરિક સન્માન અને ફાયદો થયા તે સુનિશ્ચિત કરવાનો છે. 

સાતમા રાઉન્ડની વાતચીતની  શરૂઆતમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવ સુનિલ બાર્થવાલે જણાવ્યું હતું કે ભારત-પેરુ રાજદ્વારી સંબંધોનો ઇતિહાસ 1960ના દશકાથી શરૂ થયો છે. તેમણે પેરુના વિદેશ વેપારનાં ઉપમંત્રી મહામહિમ ટેરેસા સ્ટેલા મેરા ગોમેઝની ભારતની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો અને 9મી સીઆઈઆઈ ભારત-એલએસી કૉન્ક્લેવ દરમિયાન થયેલી દ્વિપક્ષીય ચર્ચાઓનો વાટાઘાટો ફરી શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બાર્થવાલે જણાવ્યું હતું કે વાટાઘાટોનો મૂળભૂત સિદ્ધાંત એકબીજાની શક્તિઓને સમજવાનો અને સંવેદનશીલતાનો આદર કરવાનો હોવો જોઈએ. વાતચીતની  પદ્ધતિઓ હિતધારકોની યોગ્ય પરામર્શમાંથી બહાર આવી શકે છે, ઉદ્યોગ અને વાટાઘાટો કરનારી ટીમો પાસેથી મળેલા પ્રતિભાવો લાભદાયક અને સંશોધનાત્મક અભિગમમાં સામેલ થવું જોઈએ.

વાણિજ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, બે મહિનાની અંદર બે તબક્કાની વાટાઘાટો યોજવી એ પોતે જ બંને દેશો વચ્ચે ઊંડા આર્થિક સહકારની ઇચ્છાનો પુરાવો છે. તેમણે અસરકારક અને ઝડપી વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ભારતમાં પેરુના રાજદૂત એચઇઇ  જેવિયર મેન્યુઅલ પૌલિનિચ વેલાર્ડેએ ઉલ્લેખ કર્યો છે કે તાજેતરની વાટાઘાટોએ નોંધપાત્ર પાયા માટે પાયાનું કામ કર્યું છે અને ભાગીદારીને પ્રોત્સાહન આપવાની દિશામાં વાટાઘાટોના પરિણામો પર વિશ્વાસ દર્શાવ્યો છે.

ભારતનાં વિદેશ મંત્રાલયનાં અધિક સચિવ જી. વી. શ્રીનિવાસે વાટાઘાટોનો સમયગાળો ઘટાડવાનાં વિચારની પ્રશંસા કરી હતી.પેરુના મુખ્ય વાર્તાકાર, ગેરાર્ડો એન્ટોનિયો મેઝા ગ્રિલો, એશિયા, ઓસેનિયા અને આફ્રિકાના ડિરેક્ટર, વિદેશી વેપાર અને પર્યટન મંત્રાલય, રિપબ્લિક ઓફ પેરુએ ઉલ્લેખ કર્યો છે કે 2019 પછી વાટાઘાટો ફરી શરૂ કરવી મહત્ત્વપૂર્ણ છે અને તે બંને પક્ષોની પ્રતિબદ્ધતા અને રસને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાટાઘાટો કરનારી ટીમો પરસ્પર ઉકેલો સુધી પહોંચવા માટે લવચીકતા અને વ્યવહારિકતા દર્શાવી શકે છે.   

વાટાઘાટોના આ રાઉન્ડમાં, વિવિધ પ્રકરણોમાં ચીજવસ્તુઓનો વેપાર, સેવાઓમાં વેપાર, કુદરતી વ્યક્તિઓની અવરજવર, મૂળ નિયમો, સેનિટરી અને ફાયટોસેનિટરી પગલાં, વેપાર માટે ટેકનિકલ અવરોધો, કસ્ટમ પ્રક્રિયાઓ અને વેપાર સુવિધા, પ્રારંભિક જોગવાઈઓ અને સામાન્ય વ્યાખ્યાઓ, કાયદાકીય અને સંસ્થાકીય જોગવાઈઓ, અંતિમ જોગવાઈઓ, વેપાર ઉપાયો, સામાન્ય અને સુરક્ષા અપવાદો, વિવાદના સમાધાન અને સહકાર જેવા પ્રકરણોમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વાતચીતમાં બંને પક્ષના મળીને લગભગ સાઠ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પેરુના પ્રતિનિધિમંડળમાં વિદેશ વેપાર અને પર્યટન મંત્રાલય અને પેરુના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રતિનિધિઓનો સામેલ હતા. ભારતીય પ્રતિનિધિઓમાં વાણિજ્ય વિભાગ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ, મહેસૂલ વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ અને કાનૂની અને આર્થિક સંસાધન વ્યક્તિઓના અધિકારીઓ સામેલ હતા.

આ સમજૂતીના લખાણમાં નોંધપાત્ર સમન્વય રાઉન્ડ દરમિયાન હાંસલ કરવામાં આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચેની આકાંક્ષાઓ અને સંવેદનશીલતા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જૂન, 2024માં અપેક્ષિત આગામી રાઉન્ડ અગાઉ વીસી પર આંતરરાષ્ટ્રિય વાટાઘાટો દ્વારા આગળ વધશે, જેથી બંને પક્ષો ફરીથી બેઠક મળે તે પહેલાં બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયન્ત કરે 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎