:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બોર્નવીટા પીવો છો તો ખાસ વાંચો: સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ્સને કર્યો આ આદેશ

top-news
  • 13 Apr, 2024

કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા આદેશ આપ્યો છે. આ સંદર્ભે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નોટિફિકેશન જારી કરી છે. જે અનુસાર, તમામ ઈ-કોમર્સ વેબસાઈટ્સે પોતાના પ્લેટફોર્મ પરથી બોર્નવિટા સહિત તમામ પીણાંને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા નિર્દેશ કર્યો છે. 

માર્કેટ સ્ટડી અનુસાર, ભારતમાં એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટની સાઈઝ 4.7 અબજ ડોલર છે. જે વર્ષ 2028ના અંત સુધી 5.71 ટકા (CAGR)ના વાર્ષિક ગ્રોથ સાથે વધવાનો આશાવાદ છે. મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ 2005ની કલમ (3) અંતર્ગત રચાયેલી સમિતિએ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ પ્રોડક્ટ હેલ્ધી ડ્રિંકની પરિભાષાને અનુરૂપ નથી.

મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ 2005ની કલમ (3) અંતર્ગત રચાયેલી સમિતિએ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ પ્રોડક્ટ હેલ્ધી ડ્રિંકની પરિભાષાને અનુરૂપ નથી. ઉલ્લેખનીય છે, હેલ્ધી ડ્રિંકને ફૂડ ખાદ્ય સુરક્ષા પ્રણાલી અધિનિયમ 2006 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ પ્રકારની પ્રોડક્ટને 2 એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એનર્જી ડ્રિંક કે હેલ્ધી ડ્રિંક શબ્દનો દુરપયોગ ન કરવા નિર્દેશ કર્યો હતો.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગતવર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલિજ ઈન્ટરનેશનલ ઈન્ડિયા લિ.ને નોટિસ પાઠવી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રોડક્ટમાં મોટાપ્રમાણમાં સુગર મળી આવી હોવાની ફરિયાદ છે. તેમજ તેમાં સામેલ અમુક સામ્રગી બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જેથી કંપનીને પોતાની પ્રોડક્ટની તમામ ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરી પરત લેવા આદેશ આપ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎