:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

UPSCનું રિઝલ્ટ જાહેર, આદિત્ય શ્રીવાસ્તવ ટોપર: સિવિલ સર્વિસીસમાં 1016 ઉમેદવારોની પસંદગી કરાઈ

top-news
  • 16 Apr, 2024

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ 2023નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 1,016 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે. આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રૂપ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રૂપ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

IAS માટેના ઈન્ટરવ્યૂ ચોથી જાન્યુઆરીથી નવમી એપ્રિલ 2024 સુધી ચાલ્યા હતા. UPSC મુજબ, કુલ 2,800થી વધુ ઉમેદવારો વિવિધ તબક્કામાં લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં હાજર થયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પછી આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય પદ પર પસંદ કરાયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર તેમના રેન્ક અનુસાર જાહેર કરવામાં આવ્યા છે.

યુપીએસસીએ આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય સેવાઓમાં ગ્રૂપ A અને ગ્રૂપ Bની ભરવા માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું. યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સની પરીક્ષા 28મી મે 2023માં લેવામાં આવી હતી. પ્રિલિમ્સમાં સફળ થયેલા ઉમેદવારો પરીક્ષાના આગળના રાઉન્ડમાં હાજર થયા. UPSC દ્વારા 15, 16, 17, 23 અને 24મી સપ્ટેમ્બર 2023માં બે શિફ્ટમાં પરીક્ષાનો બીજો રાઉન્ડ લેવામાં આવ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎