શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાની 97 કરોડની સંપત્તિ જપ્ત: મની લોન્ડ્રિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી
- 18 Apr, 2024
બોલિવુડ એક્ટર શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) મોટી કાર્યવાહી કરી છે. ઈડીની મુંબઈ બ્રાન્ચે પીએમએલએ એક્ટ મુજબ ફિલ્મ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રા સાથે જોડાયેલી 97.79 કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં જુહુમાં આવેલા તેમનો બંગ્લો પણ સામેલ છે, જે શેટ્ટીના નામ પર છે. આ સિવાય તેમનો પુનામાં પણ એક બંગ્લો છે. ઈડીએ રાજ કુંદ્રાના નામ પરના કેટલાક શેર પણ જપ્ત કર્યા છે.
તપાસ એજન્સી ઈડીએ મહારાષ્ટ્રમાં નોંધાયેવી વિવિધ પોલીસ ફરિયાદને આધાર બનાવીને પીએમએલ એક્ટ અંતર્ગત તપાસ શરૂ કરી હતી. આરોપ એવો હતો કે મેસર્સ વેરિએલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વર્ગસ્થ અમિત ભારદ્રાજ, અજય ભારદ્રાજ, વિવેક ભારદ્વાજ, સિંપી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટ્સે લગભગ 6600 કરોડ રૂપિયાના બિટકોઈન વર્ષ 2017માં ખોટા વાદાઓના આધારે ઈન્વેસ્ટર્સ પાસેથી પ્રાપ્ત કર્યા હતા. જેમને 10 ટકા રિટર્નનો ભરોસો આપવામાં આવ્યો હતો. અને તેમણે બિટકોઈનનો માઈનિંગમાં ખાનગી હિતો માટે ઉપયોગ કર્યો હતો. આ એક રીતની પોન્ઝી સ્કીમ હતી.
ઈડીનો આરોપ છે કે આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ પાસેથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ 285 બિટકોઈન પ્રાપ્ત કર્યા હતા. આ બિટકોઈન અમિત ભારદ્રાજે રોકાણકારોને છેંતરીને પ્રાપ્ત કર્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં ઈન્વેસ્ટ કર્યા હતા. રાજ કુંદ્રાની પાસે આ કૌભાંડના પ્રોસીડ ઓફ ક્રાઈમ પાસેથી 285 બિટકોઈન આવ્યા હતા. જેની કિંમત આજની તારીખમાં 150 કરોડ રૂપિયાથી વધુ છે. ઈડીએ આ મામલામાં રેડ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ