ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન

- 23 Oct, 2023
ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ બનેલા બિશન સિંહ બેદી દુનિયાને અલવિદા કહ્યું છે.
22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી
બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રખ્યાત લેફ્ટી સ્પિનર હતા. તેમણે 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી. તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ ઝડપી હતી. તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 156 વિકેટ ઝડપી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ