:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એંટોનિયો ગુટેરેસ: જળવાયુ પરિવર્તનથી પરિસ્થતિ મુશ્કેલ ભરી વાવાઝોડું, પૂર,આગ-દુકાળ વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાનકારક

top-news
  • 19 Apr, 2024

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જની આપત્તિ કાબૂથી બહાર થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ સંકટ આર્થિક આપત્તિ છે. યુએન ચીફે વિકસિત દેશોને પોતાના નાણાકીય વચનોને પૂરા કરવાની ભલામણ પણ કરી. તેમણે જણાવ્યું કે નાણા મંત્રી તરીકે તમે આ બધુ સારી રીતે જાણો છો. વાવાઝોડું, પૂર, આગ અને દુકાળ વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઝડપથી નષ્ટ કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ ક્લાઈમેન્ટ ચેન્જ પર થતી નાણા મંત્રીઓની 11મી મંત્રી સ્તરીય બેઠકમાં પહોંચ્યા હતાં. આ અવસરે ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે જે રકમ રસ્તા બનાવવા, બાળકોને શિક્ષિત કરવા અને દર્દીઓની સારવાર કરવા માટે થવી જોઈએ, તેનો ક્લાઈમેટ ચેન્જ ઝડપથી નાશ કરી રહ્યું છે.આ મામલે અર્થશાસ્ત્રી વેરા સોંગવે અને નિકોલસ સ્ટર્નની સહ-અધ્યક્ષતામાં ક્લાઈમેટ ફાઇનાન્સ પરના સ્વતંત્ર ઉચ્ચ સ્તરીય નિષ્ણાત જૂથે અહેવાલ આપ્યો હતો કે બહુપક્ષીય વિકાસ બેંકોના સુધારાથી વાર્ષિક ક્ષમતામાં 40% નો વધારો જોકે (લગભગ $ 300-400 બિલિયન) થઈ શકે છે. આ દરમિયાન ગુટેરેસે તમામ દેશોથી પોતાની ક્લાઈમેટ યોજનાઓને શ્રેષ્ઠ કરવા માટે કહ્યું છે. તેમણે જણાવ્યું કે આપણે વૈશ્વિક તાપમાનના વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરીને હજુ પણ સૌથી ખરાબ ક્લાઈમેટ સંકટને ટાળી શકીએ છીએ પરંતુ માત્ર ત્યારે જ્યારે આપણે અત્યારે કાર્યવાહી કરીએ. એ મહત્વપૂર્ણ છે કે તમામ દેશ આગામી વર્ષ સુધી રાષ્ટ્રીય સ્તર પર નક્કી યોગદાનની સાથે આગળ આવે.

 ગુટેરેસે કહ્યું કે વિકસિત દેશોએ બજેટ પર પોતાના વચન પૂરા કરવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે આ વર્ષે COP29 થી એક મજબૂત ફાયનાન્સિયલ રિઝલ્ટની જરૂર છે. સાથે જ આપણે નાણાકીય સાધનો, પૂરતુ મૂડીકરણ અને બહુપક્ષીય વિકાસ બેંકોના વેપાર મોડલમાં સુધારાની જરૂર છે જેથી તેમની લોન આપવાની ક્ષમતા વધી શકે અને ક્યાંક વધુ ખાનગી નાણા એકત્ર કરી શકાય.

ગુટેરેસે કહ્યું કે 2009માં કોપેનહેગનમાં યુએનએફસીસીસીના 15માં સંમેલનમાં વિકસિત દેશોએ વિકાસશીલ દેશોમાં ક્લાઈમેટ કાર્યવાહી માટે 2020 સુધી દર વર્ષે 100 અબજ ડોલર એકત્ર કરવા માટે સામૂહિક લક્ષ્‍ય માટે વાત કહી હતી. જોકે આર્થિક સહયોગ અને વિકાસ સંગઠને 2023માં કહ્યું હતું કે વર્ષ 2009માં થયેલી સીઓપી 15 ક્લાઈમેટ કરાર અનુસાર ગયા વર્ષે 100 અબજ ડોલરનો પુરવઠો થવાની સંભાવના રહી, પરંતુ વિકાસશીલ દેશોના પક્ષો અનુસાર આ હજુ સુધી વહેંચવામાં આવ્યું નથી. તેમણે એ પણ કહ્યું કે મોટાભાગના રૂપિયા લોનના આધારે છે ફંડના રૂપિયા નથી જેનાથી નાના દેશો પર દેવું વધી ગયું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎