:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

લોકસભા ચૂંટણીમાં ભાજપનું શું થશે: જાણો ટેરો રિડરે પરિણામ અંગે કરેલી મોટી આગાહી

top-news
  • 25 Apr, 2024

*ટેરો રિડરે કરી મોટી આગાહી: નરેન્દ્ર મોદી અને ભાજપ વિશે કહી ખાસ વાત... 

*લોકસભા ચૂંટણીની આગાહી: જાણો ભાજપનું શું થશે? જીતશે કે હારશે

*ચૂંટણીના પરિણામનું અનુમાન: કોણ જીતશે જંગ, કોંગ્રેસ અને આપને કેટલી મળશે બેઠકો?

*લોકસભાની ચૂંટણી વિશે મોટી આગાહી: થઈ શકે છે નવાજૂની

લોકસભા ચૂંટણીના પગલે હાલ દેશમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં પણ હવે ચૂંટણીને 12 દિવસ જેટલો સમય બાકી હોવાના પગલે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન અમદાવાદના જાણીતા ટેરો રિડર શ્વેતા ખત્રીએ આગામી ચૂંટણીનું રીડિંગ કરતા જણાવ્યું કે હાલ ભાજપ ખૂબ જ સારી સ્થિતિમાં દેખાઈ રહી છે. મોદી મેજીક આ વખતે પણ ચાલશે અને પાર્ટીને 400ની આસપાસ બેઠકો મળશે તેવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો તે ત્યાંની ત્યાં જ રહેશે. જ્યારે આપ પરથી લોકોનો વિશ્વાસ ઘટ્યો છે. અત્રે એ જણાવવું જરૂરી છે કે ટેરો રીડર છેલ્લા 18 વર્ષ થી ટેરો રિડર તરીકેનો વ્યવસાય કરી રહ્યાં છે અને તેમના દાવા મુજબ, તેમણે કરેલી ઘણી આગાહી સાચી પડી છે.

ગુજરાત વંદને ટેરો રિડર શ્વેતા ખત્રી સાથે લોકસભા ચૂંટણી 2024 અંગે વિશેષ વાતચીત કરી છે. તેના કેટલાક સવાલ-જવાબ અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

સવાલ: ભાજપને કેટલી સીટ મળે તેવું લાગે છે?
દેશમાં આ વખતે ભાજપની 80% અને 20% એનડીએની સીટ આવી શકે છે. મારાં રીડિંગની દ્રષ્ટિએ ભાજપના વરિષ્ઠ ઉંમરલાયક નેતા એટલે કે મોદી મેજિક ચાલશે અને એનડીએમાં પણ વરિષ્ઠ નેતાનો સપોર્ટ ખૂબ જ સારો રહેશે.  

સવાલ: ભાજપનું દેશમાં "અબ કી બાર 400 પાર"નું સૂત્ર સાચું સાબિત થશે કે નહીં?
કાર્ડ જોતા તો ભાજપને ઘણી બધી સમસ્યાના સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે. ભાજપ 400ની આસપાસ પહોંચી શકે તેવી શક્યતા છે. કોંગ્રેસની વાત કરીએ તો પહેલાના ખરાબ અનુભવોમાંથી તેઓ કશું શીખ્યા નથી અને હજુ પણ નથી શીખવાના. નકારાત્મકતા અનુભવો અને વિચારો લોકો આપે છે. આપ પાર્ટીમાં વિશ્વાસનું કાર્ડ આવ્યું છે એટલે એમ કહી શકાય કે લોકોનો પાર્ટી તરફનો વિશ્વાસ ઉપર-નીચે થયો છે.


સવાલ: ભાજપ ફરીથી સત્તામાં આવશે તો દેશની પરિસ્થિતિ કેવી રહેશે?
પાર્ટીએ દેશ માટે જે પ્લાનિંગ કર્યું છે, તે ખૂબ જ સારી રીતે આગળ વધશે. સામે પક્ષે લોકોનો પણ સપોર્ટ સારો રહેશે. નાણાંકીય રીતે દેશ ખૂબ જ સારી પોઝિશનમાં રહેશે. તેવું મારાં રીડિંગને જોતા મને લાગે છે. બિઝનેસની વાત કરીએ તો એકથી ત્રણ વર્ષ સુધી સિસ્ટમ સેટ થતા લાગશે, ત્યારબાદ બાકીના બે વર્ષમાં ખૂબ જ સારું પરિણામ દેશ અને દુનિયા જોશે.

સવાલ: નરેન્દ્ર મોદીનું આ વર્ષ અને આવનાર પાંચ વર્ષ કેવા રહેશે?
આ વર્ષ મોદી સાહેબ માટે ખૂબ મહેનત કરાવનારું રહેશે. અત્યારે હાલ પણ ચૂંટણીને લઈને મહેનત ચાલુ જ છે અને પછી પણ આ મહેનત ચાલુ રહેશે તેવું દેખાય છે. ચૂંટણી પછી દેશને આગળ વધારવા માટે મહેનત કરવી પડશે. આવનાર પાંચ વર્ષની વાત કરું તો દેશ અને પોતાના માટે ઘણું બધું કર્યા પછી મોદી સાહેબ શાંતિના મૂડમાં જશે..., ત્યારે તેમને તબિયતને લઈને સમસ્યા આવી શકે છે.

સવાલ: રાહુલ ગાંધી માટે આગામી પાંચ વર્ષ કેવા રહેશે?
રાજનીતિનું કાર્ડ આવવાથી હું ચોક્કસ કહી શકું કે તેઓ જોઈએ તેવી રાજનીતિ કરી રહ્યાં નથી, તેના કારણે તેમણે ઘણું ગુમાવ્યું છે. આવનાર પાંચ વર્ષમાં રાહુલ ગાંધી પહેલાની પોઝિશન કરતા ડાઉન હશે.


સવાલ: ગુજરાત માટે આવનાર પાંચ વર્ષ કેવા રહેશે?
ગુજરાત માટે આવનાર પાંચ વર્ષ ખૂબ જ સારા અને નવી બિઝનેસ તક લઈને આવશે જેથી લોકોને ગુજરાતમાં બિઝનેસમાં વધુ વેગ મળશે. આ જ પ્લાનિંગથી સરકાર પણ આગળ વધશે તેવું હાલ દેખાઈ રહ્યું છે.

સવાલ: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બેમાંથી કઈ પાર્ટી આ વખતે બાજી મારશે?
આવેલ કાર્ડ પ્રમાણે તો બંને 50 %:50% દેખાય રહ્યું છે. તેમ છતાં ભાજપમાં સપોર્ટ કાર્ડ આવવાથી ભાજપ સારી પોઝિશનમાં રહેશે. કોંગ્રેસ પાર્ટી પણ પોતાની રીતે ખૂબ જ જોર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીની કમજોરી એ જ છે કે પાર્ટીનું વિઝન નક્કી નથી. આ જોતા ભાજપ આગળ રહેશે તેવું લાગી રહ્યું છે.

સવાલ: અરવિંદ કેજરીવાલનો જેલવાસ પૂરો થશે?
કાર્ડ જોતા તો લાગી રહ્યું છે કે જામીન ઉપર બહાર આવી શકે છે. મહિલા કાર્ડ આવતા એવું લાગે છે કે મહિલાના સપોર્ટથી બહાર આવી શકે અને મહિલાના કારણોસર ઘણી મુશ્કેલીમાં પણ જઈ શકે છે. જોકે તેમણે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન તો જેલમાં જ રહેવું પડે તેવી શક્યતાઓ છે.

સવાલ: ગુજરાતમાં રૂપાલા વિવાદનો અંત આવશે કે નહીં ?
હાલ બંને પક્ષો એટલે કે ક્ષત્રિય અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને ઝડપથી સારા સમાચાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે અભદ્ર ઉચ્ચારણો કરતા સમસ્ત ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે. તે સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.


ટેરો કાર્ડ રિડર શ્વેતાને ક્રિકેટ વર્લ્ડ કપ-2023 અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ફાઇનલ મેચ વખતે મેં રીડિંગ કર્યું હતું કે આજે ભારત વર્લ્ડ કપ જીતી નહી શકે. ખરેખર આ વાત મને પણ સાચી લાગતી નહોતી પણ ટેરોમાં આવ્યું એટલી મને હતું કે આવું જ થશે અને ખરેખર એમ જ થયું.


ટેરો રીડિંગ શું છે તે અંગે વાંચકોને સવાલ થાય એ સ્વાભાવિક છે આ અંગે તેમણે ટૂંકમાં સમજાવતા કહ્યું કે ટેરો એટલે આધ્યાત્મિક અને વિજ્ઞાનનો સમન્વય કહેવાય છે. જેમાં 79 કાર્ડ આવે છે. જેમાં અલગ અલગ ચિન્હો દર્શાવવામાં આવેલા હોય છે. જેના થકી કોઈપણ વ્યક્તિ દ્વારા સવાલ કર્યા બાદ કાર્ડ પરથી તેના સવાલનો જવાબ મળે છે. ટેરો વ્યક્તિના માઈન્ડ ઉપર આધાર રાખે છે. ટેરો વ્યક્તિના માઈન્ડ ટુલ તરીકે કામ કરે છે. જેના થકી આપણને પહેલાથી જાણ થાય છે. જેમ કે ઘણીવાર આપણને કોઈપણ ઘટના ઘટ્યા પહેલા આભાસ થઈ જતો હોય છે. ટેરો આ રીતે કામ કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અને ટેરોમાં તફાવત શું છે?
જ્યોતિષશાસ્ત્ર જન્મ સ્થળ, સમય, ગ્રહો, નક્ષત્ર ઉપર આધારિત હોય છે. જેની સામે ટેરો વ્યક્તિના માઈન્ડ ઉપર આધાર રાખે છે. ટેરો વ્યક્તિના માઈન્ડ ટુલ તરીકે કામ કરે છે. જ્યોતિષશાસ્ત્ર વાત કરું તો જ્યોતિષશાસ્ત્ર ગ્રહો પર આધારિત હોય છે. જ્યોતિષશાસ્ત્ર બાહ્ય રીતે કાર્ય કરે છે. અને ટેરોમાં કોઈપણ સમસ્યાનું નિરાકરણ ગ્રહોથી નહીં પરંતુ તમારી અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરીને કરવાનું હોય છે. આ સિવાય આ નકારાત્મકતાને દૂર કરવા પોતે જાતે જ ઉપાય કરવાના હોય છે, કોઈ અન્ય વ્યક્ત દ્વારા નહીં. ટેરોમાં લાઈફ સ્ટાઈલ બદલીને આ નકારાત્મકતા દૂર કરવાના પ્રયત્નો થાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎