:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : બાળક ગમે તે વસ્તુ મોઢામાં ન નાખે , નહીંતર .. -સિવિલ સુપ્રિ.

top-news
  • 29 Apr, 2024

 શહેરની અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માં અનેક પ્રકારની સમસ્યા લઈને દર્દીઓ આવતા હોય છે, સિવિલના સત્તાવાળાઓ તેનો યોગ્ય નિરાકરણ લાવીને દર્દી અને તેના સગા સંબંધીઓને ચહેરા પર સ્મિત લાવે . તાજેતરમાં એક આવો જટિલ કેસ આવ્યો જેમાં એક બાળક નારિયેળનો એક ટુકડો ગળી ગયો અને શ્વાસ  નળી માં અટકી ગયો ..

બાળકોનો ઉછેર કરવો હવે સહેલી વાત રહી નથી ,તેના માટે માતા-પિતાએ ૨૪ x ૭ અલર્ટ મોડમાં જ રહેવું આવશ્યક બની ગયું છે. અને એમાંય જો સહેજ ભૂલ થઈ ગઈતો પછી તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. આવા ચેતવણીરૂપ કીસ્સા હાલમાં વધુ બની રહયા હોવાનું સામે આવી રહ્યું છે. જેનું જીવંત ઉદાહરણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જોવામાં આવી રહ્યું છે. 

જેમાંથી માતા-પિતાએ એમાંથી શીખ લેવી જોઈએ ,ખાસ કરીને જેમના બાળકને મોઢામાં નાખવાની ટેવ હોય તો તેમને સાવધ રહેવું જરૂરી છે. બાળક રમતા -રમતા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખી દેતુ હોય છે. તેથી હમેશા તેની આજુ-બાજુ એવી વસ્તુ ન રાખવી કે તે તરત હાથમાં પકડીને મોઢાં નાખી દે. આવા કિસ્સાઓ  વિષે વાત કરતાં સિવીલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતું કે,નાના બાળકો મા શ્વાસ નળીમાં ફોરેન બોડી જતી રહેવાનાં કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવા મા નાં આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુ ઓ હાથ માં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ તેમ જણાવ્યું હતું. 

હાલમાં સામે આવેલા કિસ્સામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકો ના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવામાં આવી હતી , જેંની સફળ સર્જરી કરવામાં આવી તેવા પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે , મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી  ૧લી એપ્રિલના રોજ રમત માં  આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા  તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ. ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને સોયાબીનનો દાણો ખાધા પછી તરત જ ઉધરસ આવતા શ્વાસ નળીમાં સોયાબીનનો દાણો ગયો હોવાની શંકા જતા સાંજે ૭ વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા.

 મહેસાણા સિવિલમાં તેણીને  શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સતત ઓક્સિજનની જરૂર પડી રહી હતી.  ત્યારબાદ ૫ મી એપ્રિલના રોજ મહેસાણા સિવિલથી આર્યાને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. પાંચ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને આર્યાનો છાતી નો સીટી સ્કેન કરતા શ્વાસનળીના નીચેના ભાગ માં  કોઇ વસ્તુ ફસાયેલી હોવાનુ માલુમ પડ્યુ.  જેથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રીફર કરવામાં આવી જ્યાં  તાત્કાલિક ધોરણે બાળરોગ સર્જન ડૉ. જયશ્રી રામજી, ડૉ‌. સ્મિતા અને ડૉ. નિલેશ એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આર્યા ને માતાએ જે શંકા કરી હતી તે સાચી પડી.બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસ નળી માંથી સોયાબીનનો દાણો  કાઢવામાં આવ્યો. જે ઓપરેશન પછી ધીરે ધીરે તેણીને શ્વાસની તકલીફ દુર થતા અને પોસ્ટઓપરેટીવ કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી.

આવાજ બીજા કિસ્સામાં ગીર સોમનાથ નાં શાહિદ ભાઈ સુમરા અને મુનીજા બેન નાં દોઢ વર્ષ ના દીકરા અલી ને ૧૮ એપ્રિલ ના રોજ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને ખાંસી આવતાં તેની મમ્મી મુનીજા બેનને દિકરાની  શ્વાસ નળી માં નાળિયેરનો ટુકડો ગયો હોવાની શંકા જતા તાત્કાલિક સોમનાથમાં પ્રાઇવેટ ઇ એન ટી સર્જનને બતાવ્યું. જ્યાંથી તમને અમદાવાદ સિવિલ રીફર કરવામા આવ્યા. જ્યાં ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક વીભાગ નાં વડા અને મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એનેસ્થેસિયા વિભાગ નાં ડૉ. સ્મિતા અને ડૉ નિલેષની ટીમે બ્રોન્કોસ્કોપી કરી અને. મુનીજાં બેનની શંકા મુજબનો નાળિયેરનો ટુકડો બહાર કાઢ્યો. ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ સમય સામાન્ય પસાર થતા બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎