:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રાજ્યના વાતવરણમાં અચાનક મોટો પલટો: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી; ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, હિંમતનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં વરસાદ

top-news
  • 13 May, 2024

રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. તીવ્ર ગરમીની વચ્ચે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે.  ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદમાં રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. 



હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જાહેર કરાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે આગામી 3 કલાક ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે.



ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.  તો બીજી તરફ કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. બોટાદ શહેર અને બરવાળામાં પણ વરસાદ વરસ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎