:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સ્મૃતિના પ્રહાર સામે કોંગ્રેસનો વળતો પ્રહાર જયરામ : 'ઓનલાઈન સટ્ટાબાજીની એપ ગેરકાયદેસર નથી, 28 ટકા GST લેવાઈ છે

top-news
  • 04 Nov, 2023

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાટર્સમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મની લોન્ડરિંગના એક મામલે શુભમ સોનીએ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે  ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ આપી છે. છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મહાદેવ એપને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જવાબમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આ EDનો સ્પષ્ટ દુરુપયોગ છે. આ બદલાની રાજનીતિ છે. કોંગ્રેસે કહ્યું કે ઓનલાઈન સટ્ટાબાજીની એપને કેન્દ્ર દ્વારા કાનૂની માન્યતા આપવામાં આવી છે. આ જ કારણ છે કે આ એપ્સ પરથી 28 ટકા GST વસૂલવામાં આવે છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભૂપેશ બઘેલ સત્તામાં રહીને સટ્ટાનો મોટો ખેલ કરી રહ્યા છે. ગઈ કાલે મુખ્યમંત્રી અંગે ઘણા મોટા ખુલાસા થયા. સીમા દાસ નામના એક વ્યક્તિ પાસેથી 5.30 કરોડ રૂપિયા મળી આવ્યા છે. હું આજે કેટલાક સવાલ પૂછવા માંગુ છું. શું એ સત્ય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓને શુભમ સોનીના માધ્યમથી અસીમ દાસ પૈસા પહોંચાડતો હતો. 

શું એ સત્ય છે કે, શુભમ સોનીએ એક વોઈસ મેસેજના માધ્યમથી એ આદેશ આપ્યો કે, તેઓ રાયપુર જઈને બઘેલને ચૂંટણી ખર્ચ માટે પૈસા આપે? શું એ સત્ય છે કે, 2 નવેમ્બરના રોજ હોટેલ ટ્રાઈડેન્ટમાં કોટા દાસ પરથી પૈસા મળી આવ્યા. શું એ સત્ય છે કે, રેફ્રિજરેટર હેઠળ અલગ-અલગ બેંક ખાતામાંથી 15.50 કરોડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. 

બીજેપી નેતાએ સીએમ ભૂપેશ બઘેલ પર આરોપ લગાવતા કહ્યું છે કે, આ તથ્યો ચોંકાવનારા છે કે જે શુભમ સોની વિશે અસીમ દાસે નિવેદન આપ્યુ છે તેના વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે, તપાસ એજન્સી પાસે શુભમ સોનીના અવાજમાં પણ પુરાવા ઉપલબ્ધ છે. એક લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 538 કરોડ રૂપિયાની લાંચ આપી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎