:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બિહારમાં અનામત અંગે CM નીતીશકુમારનું મોટું એલાન, EWS, EBC-OBC અને SC-ST માટે મૂક્યો પ્રસ્તાવ

top-news
  • 07 Nov, 2023

બિહારમાં જાતિય વસતી ગણતરી અને આર્થિક સર્વે રજૂ કર્યાં બાદ સીએમ નીતિશ કુમારે એક મોટો દાવ ખેલ્યો છે. તેમણે રાજ્યમાં વસતીના પ્રમાણમાં અનામતની લિમિટને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન સીએમ નીતિશે બિહારમાં અનામતનો વ્યાપ 50થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અનામતને ઇડબલ્યુએસના 10 ટકાથી વધારીને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સીએમ નીતિશે કહ્યું કે, સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ પ્રસ્તાવ મુજબ, એસસી માટે અનામતની મર્યાદા હાલના 16 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવે. એસટીને એક ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે,  અતિ પછાત અને ઓબીસીને 43 ટકા અનામત આપવામાં આવે. 

બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી
ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. તેમણે કહ્યું કે, જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આખા સદનમાં આ નિવેદન દરમિયાન અજીબોગરીબ સ્થિતિ જોવા મળી હતી. આ વાત પર મહિલા ધારાસભ્ય ગુસ્સે દેખાયા હતા. સાથે જ કેટલાક અન્ય ધારાસભ્યો હસી રહ્યા હતા.

વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવાયું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિઓમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ પરિવારોમાંથી 42.93 ટકા પરિવારો ગરીબ છે. સરકારી આંકડા મુજબ રાજ્યમાં 33 ટકા લોકો શાળાએ પણ ગયા ન હતા. એટલું જ નહીં, ભૂમિહાર પરિવારો રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ છે. પછી બ્રાહ્મણ પરિવારો છે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎