લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, બોર્ડર પર કેપ્ટન થયા શહીદ, જમ્મૂ-કશ્મીરમાં ચાર જવાન શહીદ
- 23 Nov, 2023
જમ્મુ કાશ્મીરના રાજૌરીના જંગલમાં ત્રણ દિવસથી સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે અને આ ઓપરેશન દરમિયાન સૈન્યના બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે જેમા આગરાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. શુભમના પરિવારજનો શુભમના લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ મૃત્યુના સમાચાર પહોંચતા જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
રાજોરીના બજીમલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આગરાના કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. કેપ્ટન શુભમ ગુપ્તા જિલ્લા સરકારના એડવોકેટ બસંત ગુપ્તાના પુત્ર હતા. શુભમના પરિવાર તેમના આ વર્ષે થનારા લગ્નની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ તેમના બલિદાનના સમાચાર મળતા પરિવારને મળતા જ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શુભમની માતા આ સમાચાર સાંભળીને બેભાન થઈ ગયા હતા. હજુ છ મહિના પહેલા જ શુભમ તેમના પરિવારને મળવા આગ્રા આવ્યા હતા. કેપ્ટન શુભમ સહિદ થયા હોવાથી પરિવારજનોની બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી.
શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ભાઈ ઋષભનું કહેવું છે કે તેના ભાઈને સિગ્નલ કોર્પ્સમાં કમિશન મળ્યું હતું. તેમ છતાં તે સિગ્નલ કોર્પ્સ છોડીને પેરામાં જોડાયા હતા. જ્યારે પણ તે ગુપ્ત મિશન પર જતા ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ જ રહેતો હતો. દેશ પ્રત્યેનો તેમનો જુસ્સો અદ્ભુત હતો.