દેશ-વિદેશ

'E20 એટલે 420', પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ મુદ્દે રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર

7 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'E20 એટલે 420', પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ મુદ્દે રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર

E20 Petrol Controversy India: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ ભેળવવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવી કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યા છે. કર્ણાટકમાં પેટ્રોલના નમૂનાઓની તપાસનો ઉલ્લેખ કરીને તેમણે દાવો કર્યો છે કે કેટલાક નમૂનાઓમાં ઈથેનોલનું પ્રમાણ 30 ટકાથી પણ વધુ મળી આવ્યું છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ ‘E20 બન્યું 420’ કહીને સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે.

કર્ણાટકની તપાસમાં 20 ટકાથી વધુ ઈથેનોલ
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, કર્ણાટક સરકાર દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાંથી પેટ્રોલના નમૂનાઓ એકત્રિત કરીને માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં તપાસ કરાવવામાં આવી હતી. આ તપાસમાં કુલ 14માંથી 11 નમૂનાઓમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ હોવાનું સામે આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. તેમણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના નમૂનામાં 31.2 ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)ના નમૂનામાં 30.5 ટકા સુધી ઈથેનોલ મળી આવ્યું હોવાનું જણાવ્યું છે. આ આંકડાઓના આધારે તેમણે પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણના પ્રમાણ અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે.

ગ્રાહકોને માઇલેજ અને વાહનોના રિપેરિંગની ચિંતા
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ગ્રાહકો પેટ્રોલના પૂરા પૈસા ચૂકવે છે, પરંતુ તેમને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મળી રહ્યું છે. તેમના મતે, મોટાભાગનાં વાહનો વધુ પ્રમાણમાં ઈથેનોલનો ઉપયોગ કરવા માટે તૈયાર ન હોવાથી માઇલેજ ઘટવાની અને વારંવાર રિપેરિંગ કરાવવાની સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઈથેનોલના વાસ્તવિક પ્રમાણ અંગે પૂરતી માહિતી આપવામાં આવતી નથી અને કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી.

મોદી સરકારને રાહુલ ગાંધીના સવાલો
આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ઘેરતાં રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે દેશનાં વાહનોની ટાંકીઓમાં આખરે કેટલા પ્રમાણમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે? નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ ભેળવતી કંપનીઓ સામે સરકાર ક્યારે પગલાં લેશે? આ નીતિથી કોને ફાયદો થઈ રહ્યો છે તે અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ આ મુદ્દે સરકારને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. હવે પેટ્રોલમાં ઈથેનોલના પ્રમાણ અંગેના આ દાવા બાદ સરકાર અને સંબંધિત તેલ કંપનીઓ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

Tags:
GujaratVandanModi GovernmentKarnataka Petrol Test31 Percent EthanolEthanol Blending in Petrol
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026