દેશ-વિદેશ

"બાબા બાગેશ્વર મારા નાના ભાઈ...", 'પાંખડી' કહ્યાના 24 કલાકમાં રામદેવે મારી યુ-ટર્ન

24 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
"બાબા બાગેશ્વર મારા નાના ભાઈ...", 'પાંખડી' કહ્યાના 24 કલાકમાં રામદેવે મારી યુ-ટર્ન

Baba Ramdev Statement on Baba Bageshwar: યોગ ગુરૂ બાબા રામદેવે સોમવારે બાબા બાગેશ્વર પર પ્રહાર કર્યા હતા અને તેમને પાખંડી કહી દીધા હતા. હવે આ વાતને લઈને તેમણે કહ્યું કે, મારા સંબંધ તો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે નાના ભાઈ જેવા છે. મારી વાતને તેમણે પણ પ્રેમ માન્યો છે. હવે આ મામલાને અહીં જ પૂરો કરી દેવો જોઈએ.બાગેશ્વર એક બાળક જેવા છે. અમને જે અયોગ્ય લાગ્યું, તે કહ્યું અને ફટકાર પણ લગાવી. તેમણે મારી વાતને પ્રેમ માનીને સ્વીકાર કર્યો એ તેમની મહાનતા છે. આ પ્રકારે એક દિવસની અંદર જ રામદેવે પોતાનું વલણ બદલી દીધું છે.

મેં રહૂ યા ન રહૂ, યે દેશ રહેના ચાહિએઃ બાબા રામદેવ

બાબા રામદેવે કહ્યું કે, અમે પહેલાં પણ એકાંતમાં મળી ચુક્યા છીએ. હવે વાત જ્યારે આગળ વધી છે તો ખુલીને કહેવું પડ્યું. અમારો લક્ષ્ય એક જ છે- 'મેં રહૂ યા ન રહૂ, યે દેશ રહેના ચાહિએ.' સનાતન ધર્મને કોઈપણ પ્રકારના ઢોંગ, આડંબર, પાખંડ, અંધવિશ્વાસ, અંધપરંપરા સાથે જોડવું ન જોઈએ. અમારા ચારેય શંકરાચાર્ય, સ્વયં શ્રીમદ જગદગુરૂ ભગવાન શંકરના જ અવતારી શંકરાચાર્યજીથી લઈને મધ્વાચાર્ય જી, રામાનંદચાર્યજી, જેટલા પણ આપણા ગુરૂ શંકરદેવ, ગુરૂ માધવદેવ, આપણા ગુરૂ બસવન્ના અને સંત જ્ઞાનેશ્વરજી મહારાજ, તુકારામજી મહારાજ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર- તમામ આપણા ગુરૂઓએ એક જ વાત કહી છે.

'વડીલ હોય જ એટલે કે તેઓ ભૂલ પર ટોકે'

બાગેશ્વર પર ટિપ્પણીને લઈને રામદેવે કહ્યું કે, વડીલોનું કામ છે, વડીલ હોય છે જે એટલે કે કોઈ ભૂલ થાય તો એકાંતમાં ટોકે. બાદમાં જ્યારે કોઈ એવી વાત લાગે કે, હવે તો વાત વધારે જ આગળ પહોંચી ગઈ છે, તો સાર્વજનિક રૂપે કહેવું પડે. અમને એવું લાગ્યું ત્યારે અમે એકાંતમાં પણ કહ્યું હતું. જોકે, હવે આ વાતને અહીં જ ખતમ કરી દેવી જોઈએ અને હું તમામને એ જ આહ્વાન કરૂ છું કે, હવે આ વાતને આગળ ન વધારવામાં આવે કારણ કે, આપણા બધાનું એક જ લક્ષ્ય છે. હું રહુ કે ન રહુ, મારો દેશ રહેવો જોઈએ, મારો સનાતન રહેવો જોઈએ. ભારતની એકતા, અખંડતા, સંપ્રભુતા સુરક્ષિત રહેવી જોઈએ. જાતિ, વર્ગ, સંપ્રદાયોના નામે જે ઝેર ફેલાયું- હું તો કહું છું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ તમામ જાતિસૂચક શબ્દ નથી, આ યોગ્યતાસૂચક શબ્દ છે.

Tags:
national and viral news Gujarati todayBageshwar Dham news todayBaba Ramdev Dhirendra Shastri controversy statementBaba Bageshwar is my younger brother Baba Ramdev takes U-turn within 24 hours#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026