દેશ-વિદેશ

ક્લાઈમેટ સમિટમાં વૈશ્વિક નેતાઓ આમને-સામને, COP31માં કોઈ કરાર નહીં; ઇતિહાસની સૌથી લાંબી બેઠક નિષ્ફળ

23 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ક્લાઈમેટ સમિટમાં વૈશ્વિક નેતાઓ આમને-સામને, COP31માં કોઈ કરાર નહીં; ઇતિહાસની સૌથી લાંબી બેઠક નિષ્ફળ

COP31 Climate Summit Failure: વિશ્વભરમાં વધતા તાપમાન અને ક્લાઇમેટ ચેન્જના પડકારો વચ્ચે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની COP31 ક્લાઇમેટ સમિટ કોઈ વૈશ્વિક સમજૂતી વિના જ પૂર્ણ થઈ છે. તુર્કીના અંતાલ્યામાં યોજાયેલી આ સમિટમાં અશ્મિભૂત ઇંધણ એટલે કે કોલસા, તેલ અને ગેસનો ઉપયોગ ઘટાડવા અંગે દેશો વચ્ચે સહમતી બની શકી નહોતી. યુરોપિયન યુનિયન, પનામા અને નાના ટાપુ દેશોએ અંતિમ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. 20 નવેમ્બરે પૂર્ણ થવાની આ સમિટ બે દિવસ વધુ ચાલી હતી, તેમ છતાં કોઈ સર્વસંમતિ બની શકી નહીં. વર્ષ 2009 પછી પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક ક્લાઇમેટ સમિટ કોઈ સમજૂતી વિના પૂર્ણ થઈ છે. આ સાથે જ તે સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ઇતિહાસની સૌથી લાંબી સમિટ બની છે.

અશ્મિભૂત ઇંધણના મુદ્દે દેશો વચ્ચે ટકરાવ
સમિટના પ્રથમ ડ્રાફ્ટમાં ઊર્જા ક્ષેત્રમાંથી અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ તાત્કાલિક ઘટાડવાની વાત કરવામાં આવી હતી. જોકે, તેલ ઉત્પાદક દેશોના વિરોધ બાદ અંતિમ પ્રસ્તાવમાંથી અશ્મિભૂત ઇંધણનો સ્પષ્ટ ઉલ્લેખ જ હટાવી દેવામાં આવ્યો હતો. તેના બદલે ઓછા ઉત્સર્જન અને ક્લાઇમેટ રેઝિલિયન્સ તરફ વૈશ્વિક પરિવર્તન કરવાની વાત સામેલ કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયન, બ્રિટન, નોર્વે, પનામા અને નાના ટાપુ દેશોએ આ પ્રસ્તાવને નબળો ગણાવીને નકારી કાઢ્યો હતો. બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના દેશો અને રશિયાએ અશ્મિભૂત ઇંધણ અંગે સ્પષ્ટ પ્રતિબદ્ધતાનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે મતભેદ એટલા વધી ગયા કે અંતિમ સમજૂતી સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.

ક્લાઇમેટ ફાઇનાન્સ અને કાર્બન કેપ્ચર પર પણ વિવાદ
વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે કેટલી નાણાકીય સહાય આપવામાં આવશે તે મુદ્દે પણ દેશો વચ્ચે સહમતી બની શકી નહોતી. સમિટના ડ્રાફ્ટમાં વર્ષ 2030 સુધી વિકાસશીલ દેશોની નાણાકીય જરૂરિયાત 5.1થી 6.8 ટ્રિલિયન ડોલર દર્શાવવામાં આવી હતી. જોકે, આ જરૂરિયાત સામે કોઈ નવી નાણાકીય પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી નહોતી. આ ઉપરાંત, કાર્બન કેપ્ચર ટેક્નોલોજી પર વધુ ભાર મૂકવાના મુદ્દે પણ યુરોપિયન યુનિયને વાંધો ઉઠાવ્યો હતો. ભારત તરફથી પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ અમનદીપ ગર્ગે જણાવ્યું હતું કે ક્લાઇમેટ એક્શનનો અમલ સમાનતા અને વિકસિત દેશો તરફથી મળનારી સહાયના સિદ્ધાંતો પર આધારિત હોવો જોઈએ.

હવે COP32 પર દુનિયાની નજર
મુખ્ય વૈશ્વિક સમજૂતી નિષ્ફળ રહી હોવા છતાં સમિટમાં કેટલાક મુદ્દાઓ પર અલગથી નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં જસ્ટ ટ્રાન્ઝિશન, એડેપ્ટેશન ફંડ અને ગ્લોબલ ગોલ ઓન એડેપ્ટેશન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે બાકી રહેલા મુદ્દાઓ પર જૂન 2027માં જર્મનીના બોન ખાતે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ નવેમ્બર 2027માં ઇથિયોપિયાની રાજધાની અદિસ અબાબામાં COP32 સમિટ યોજાશે. COP31માં વૈશ્વિક નેતાઓ વચ્ચે સહમતી ન બની શકતાં ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ વધુ મુશ્કેલ બની છે. હવે આગામી સમિટમાં અશ્મિભૂત ઇંધણ, નાણાકીય સહાય અને ઉત્સર્જન ઘટાડવા જેવા મુદ્દાઓ પર દેશો વચ્ચે સહમતી બની શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

Tags:
GujaratVandanCOP32 2027Fossil Fuel DisputeClimate Change NewsCOP31 Climate Summit
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026