FSSAI clarification on Bisleri water quality: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI) ના CEO રજિત પુનહાનીએ પાણીની ગુણવત્તા દેખરેખ અને પાન મસાલા જાહેરાતોમાં સેલિબ્રિટીઓની ભૂમિકાને સંબોધવા માટે લેવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, FSSAI ભ્રામક દાવાઓ અને જાહેરાતો સામે કાર્યવાહી કરી રહ્યું છે. નૈતિકતાનો સવાલ મુખ્યરૂપે ભ્રામક દાવાઓ અને જાહેરાતો સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે,ભ્રામક જાહેરાતનો મામલો અમુક હદ સુધી વ્યક્તિલક્ષી હોય છે અને કોર્ટમાં આના વિશે દલીલ કરવામાં આવે છે.
પાન મસાલાની જાહેરાત વિશે કરી વાત
પાન મસાલાની જાહેરાતો સામે કાર્યવાહી અંગે પુનહાની એ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રે પાન મસાલાનો મુદ્દો જાતે ઉઠાવ્યો છે. FSSAI મુખ્યત્વે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની જાહેરાતોમાં સંડોવાયેલા સેલિબ્રિટીઝ મામલે કામ કરી રહ્યું છે. આ કાર્યવાહીની સકારાત્મક અસર પડી છે, અને ઘણી સેલિબ્રિટીઓએ તેમની જાહેરાતો દૂર કરી છે.
બિસ્લેરીના બેચના વેચાણ પર પ્રતિબંધ
આ દરમિયાન, બિસ્લેરી ઇન્ટરનેશનલે તેના ઉત્પાદનોની ગુણવત્તા અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ 23 નવેમ્બર, 2026 ના રોજ FSSAI દ્વારા જારી કરાયેલ સ્પષ્ટતાનું સ્વાગત કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, FSSAI એ 27 સપ્ટેમ્બર, 2025 ના રોજ તેના ગોવા પ્લાન્ટમાં ઉત્પાદિત બેચ GO 270 ના નમૂના અંગે સ્પષ્ટતા માંગી હતી. બિસ્લેરી વાર્ષિક 50,000 થી વધુ બેચનું ઉત્પાદન કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે, વેચાણ પર પ્રતિબંધ ફક્ત આ એક બેચ પર લાગુ થાય છે અને હાલમાં બજારમાં ઉત્પાદનનો કોઈ સ્ટોક ઉપલબ્ધ નથી.
ફરીથી તપાસમાં શું સામે આવ્યું?
બિસ્લેરીના જણાવ્યા મુજબ, એક જ પાણીના સ્ત્રોતમાંથી છ નમૂના લેવામાં આવ્યા હતા અને બધા છ નમૂનાઓએ પ્રારંભિક પરીક્ષણ પાસ કર્યું હતું. ત્યારબાદના પુનઃપરીક્ષણમાં બેચ GO 270 ના એક નમૂનામાં પ્રતિ લિટર 0.144 માઇક્રોગ્રામ PAHs જોવા મળ્યા, જ્યારે તે જ બેચના બીજા નમૂનામાં બધા ધોરણો પૂર્ણ થયા. કંપનીએ ફેબ્રુઆરી 2026 માં આ વિસંગતતા ઉઠાવી અને ફરીથી પરીક્ષણની વિનંતી કરી.
FSSAI ને સહયોગ આપવાની કરી વાત
કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે, FSSAI ના પુનઃપરીક્ષણમાં બ્રોમેટનું પ્રમાણ માન્ય મર્યાદામાં હતું. બિસ્લેરીએ પોતાના તમામ 143 પ્લાન્ટમાં ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તે આગળ પણ FSSAI ને સહયોગ આપશે.








