દેશ-વિદેશ

'મુસાફિરખાનામાં કોઈ નમાઝ માટે દાખલ ન થાય' બોમ્બે હાઇકોર્ટે પોલીસને કર્યો નિર્દેશ

25 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'મુસાફિરખાનામાં કોઈ નમાઝ માટે દાખલ ન થાય' બોમ્બે હાઇકોર્ટે પોલીસને કર્યો નિર્દેશ

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે બુધવારે દક્ષિણ મુંબઈમાં આંશિક રીતે તોડી પાડવામાં આવેલી અને જર્જરિત મુસાફિરખાના ઈમારતમાં દરેક લોકો માટે પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો હતો કે, કોઈપણ વ્યક્તિ મુસાફિરખાનામાં નમાઝ પઢવા માટે પ્રવેશ ન કરે.

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનું સંતાવાનું સ્થળ
નોંધનીય છે કે, આ જગ્યા એક સમયે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનું છૂપાવાનું સ્થળ હતું, જેણે હજ યાત્રિઓના રહેવા માટે બનાવેલી આ ધર્મશાળાના મોટા ભાગ પર કબજો કર્યો હતો. ગત અઠવાડિયે, જસ્ટિસ એમ.સી ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની બેન્ચે ઇમારતના તોડી પાડવા પર રોક લગાવી હતી અને યથાસ્થિતિ જાળવી રાખવા અને પ્રતિવાદીઓને તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

BMC ના વકીલે કરી અપીલ
BMCના વકીલ અનિલ સખારેએ કોર્ટને જણાવ્યું હતું કે, ઇમારત ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે અને તેને આંશિક રીતે તોડી પાડવામાં આવી છે. તેમણે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ત્રણ વખત મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, જેનો ખુલાસો અરજીમાં કરવામાં આવ્યો નથી. સખારેએ અપીલ કરી, મારી અંગત વિનંતી છે કે લોકોને આ મિલકત પર ન જવા માટે કહેવામાં આવે.

મસ્જિદમાં નમાઝ માટે માંગી પરવાનગી
સુનાવણી દરમિયાન, અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ સના બાગવાલાએ માંગ કરી હતી કે ત્યાં કોઈ નહીં રહે, પરંતુ જર્જરિત માળખામાં સ્થિત મસ્જિદમાં પાંચ સમયની નમાઝ પઢવાની પરવાનગી આપવી જોઈએ. જેના પર, કોર્ટે અરજદારને કહ્યું કે, "અમને હજુ પણ યાદ છે કે વિગતોનો યોગ્ય રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. રિસેસ પછી, તમે વકીલ તરીકે જોડાયા હતા અને હવે બીજા એક કાઉન્સિલ જોડાઈ છે. જો આ આદેશ ગુમરાહ કરીને હાંસલ કરવામાં આવ્યો છે, તો અમે તેની મંજૂરી નહીં આપીએ. કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ ન કરો, આ મસ્જિદ નથી.'

Tags:
national and legal news Gujarati todayMumbai High Court news todayBombay HC order on musafirkhana namaz Mumbai policeno one should enter musafirkhana for namaz Bombay High Court directs police#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026