Sonia Gandhi book Belonging ban demand: સોનિયા ગાંધીની પુસ્તક 'બિલૉન્ગિંગ' પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. એકનાથ શિંદે જૂથવાળી શિવસેના દ્વારા આ માંગ કરવામાં આવી છે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, પુસ્તકમાં વીર સાવરકર અને મરાઠી અસ્મિતાનું અપમાન કરવામાં આવ્યું છે. શિવસેના નેતાઓએ પુસ્તક પર પ્રતિબંધની માંગ સાથે તેના પન્ના પણ ફાડ્યા હતા.
સાવરકરના અપમાનનો આરોપ
શિવસેનાએ પેજ નં. 201 અને 447 ને દૂર કરવાની માંગ કરી છે. શિવસેનાનો આરોપ છે કે, સોનિયા ગાંધીની પુસ્તકમાં સાવરકરનું અપમાન કરવામાં આવ્યું છે. વીર સાવરકરને સર્ટિફિકેટ આપનાર સોનિયા ગાંધી છે કોણ?
મરાઠી અસ્મિતાનું અપમાન?
શિવસેના નેતા સંજય નિરૂપમે આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ સવાલો કર્યા છે. તેમનું કહેવું છે કે, આ મામલે ઉદ્ધવ ચૂપ કેમ છે? સંજય નિરૂપમનો દાવો છે કે, સોનિયા ગાંધીની પુસ્તક 'બિલૉન્ગિંગઃ ધ જર્ની ઑફ લવ'માં વીર સાવરકર અને મરાઠી અસ્મિતાનું અપમાન કરવામાં આવ્યું છે.
'શું ઉદ્ધવ ઠાકરે સોનિયા ગાંધી સામે કરશે વિરોધ પ્રદર્શન?'
સંજય નિરૂપમે કહ્યું કે, 'પુસ્તકમાં વીર સાવરકર, મરાઠી અસ્મિતાનો અનાદર કરાયો છે. પરંતુ, તેમ છતાં ઉદ્ધ ઠાકરેએ પુસ્તકનો સ્વીકાર કરવાનું પસંદ કર્યું. મણિશંકર અય્યરે વીર સાવરકરનું અપમાન કર્યું હતું અને તેમની સામે કાર્યવાહી કરવાની વાત ઉઠી હતી, ત્યારે બાળાસાહેબ ઠાકરેએ મણિશંકર અય્યર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શું ઉદ્ધવ ઠાકરે પણ સોનિયા ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરશે?'








