દેશ-વિદેશ

રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધની માંગ પહોંચી સુપ્રીમ કોર્ટ: વેપારીઓની અરજી પર કોંગ્રેસ અને AAP સહિતના પક્ષોને નોટિસ

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધની માંગ પહોંચી સુપ્રીમ કોર્ટ: વેપારીઓની અરજી પર કોંગ્રેસ અને AAP સહિતના પક્ષોને નોટિસ

Supreme Court notice on Ramlila Maidan protests: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વારંવાર યોજાતા રાજકીય અને સામાજિક વિરોધ પ્રદર્શનો પર રોક લગાવવાની માંગ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી છે. પ્રદર્શનોના કારણે રોજગાર-ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત સાથે વિવિધ વેપારી સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે વેપારીઓની આ અરજી પર ગંભીર નોંધ લેતા સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે.

કયા-કયા રાજકીય પક્ષો અને સંગઠનોને મળી નોટિસ?
વેપારી સંગઠનો દ્વારા પ્રદર્શનોના વિરોધમાં દાખલ કરાયેલી આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મુખ્ય રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress), આમ આદમી પાર્ટી (AAP), કોકરોચ જનતા પાર્ટી (CJP) અને ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) જેવી પાર્ટીઓને નોટિસ પાઠવી છે.

"પ્રદર્શન અને વેપાર બંને મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલન જરૂરી": સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, બંધારણ મુજબ નાગરિકોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો મૂળભૂત અધિકાર છે, પરંતુ તેની સાથે જ વેપારીઓને પોતાનો વેપાર-ધંધો ચલાવવાનો પણ મૂળભૂત અધિકાર છે. આ બંને અધિકારો વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે.

27 નવેમ્બરે થશે આગામી સુનાવણી
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પ્રદર્શનના પક્ષમાં અને વિરોધમાં દાખલ થયેલી તમામ અરજીઓ પર આગામી 27 નવેમ્બરના રોજ વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવશે.

વિરોધ પ્રદર્શનની બનશે કેટેગરી
દિલ્હી ઉપરાંત દેશના અન્ય ભાગોમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો સંબંધિત કેસોની અલગ-અલગ કેટેગરી બનાવવામાં આવશે અને દરેક કેટેગરીની સુનાવણી માટે અલગ તારીખો નક્કી કરીને જાહેર કરવામાં આવશે.

Tags:
national news GujaratiSupreme Court hearing Ramlila Maidan newsright to protest vs trade Supreme Court IndiaCongress AAP notice Ramlila Maidan protest caseDelhi traders plea ban protests Supreme Court
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026