Arjun Kapoor: કપૂર પરિવારના વંશજ અભિનેતા અર્જૂન કપૂર ફરી એકવાર પોતાના ડેટિંગ જીવનને લઈને ચર્ચામાં આવ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ સાહિબા બાલી સાથેના તેમના નવા ફોટાએ બંનેના સંબંધોની અફવાઓને ફરી વેગ આપ્યો છે. સાહિબા બાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અર્જૂન સાથેનો ફોટો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને 'પ્રસાદ' વાળી પોસ્ટથી ચર્ચા
એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર સાહિબા બાલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિનેતા અર્જૂન કપૂર સાથેની એક સેલ્ફી શેર કરી હતી, જેમાં બંને હસતા અને કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. અર્જૂન સાથેનો ફોટો શેર કરવાની સાથે સાહિબાએ તેમને ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ પણ પાઠવી હતી. ફોટામાં અર્જૂન કપૂરને ટેગ કરીને સાહિબા બાલીએ કેપ્શનમાં લખ્યું હતું કે, "મેં તેના પ્રસાદનો અડધો ભાગ પણ ખાધો."
સોફ્ટ-લોન્ચની અટકળો
બંનેને ફરી એકવાર સાથે જોઈને ઇન્ટરનેટ પર આ ફોટો વાયરલ થઈ રહ્યો છે અને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તેઓ રિલેશનશિપમાં છે અને પોતાના સંબંધોને 'સોફ્ટ-લોન્ચ' કરી રહ્યા છે.
લોર્ડ્સ મેચ દરમિયાન પણ સાથે જોવા મળ્યા હતા
નોંધનીય છે કે, અર્જૂન કપૂર અને સાહિબા બાલીના અફેરની અફવાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે: આ વર્ષની શરૂઆતમાં અર્જૂન લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત VS ઇંગ્લેન્ડ ODI મેચ જોતા જોવા મળ્યા હતા, જ્યાં તેમની સાથે સાહિબા બાલી પણ હાજર હતી. ફેન્સે બંનેને સાથે મેચ માણતા જોયા બાદ ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી, જોકે ત્યારબાદ સાહિબાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અર્જુનને ડેટ કરવાની અફવાઓને નકારી કાઢી હતી.
10 વર્ષનો ઉંમરનો તફાવત અને મલાઈકા બાદની સ્થિતિ
અહેવાલો મુજબ, અર્જુન કપૂર અને સાહિબા બાલી વચ્ચે 10 વર્ષનો તફાવત છે; અર્જૂન 41 વર્ષના છે, જ્યારે સાહિબા 31 વર્ષની છે. અગાઉ 12 વર્ષ મોટી મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ બાદ હવે અર્જૂન ખરેખર 10 વર્ષ નાની સાહિબાને ડેટ કરી રહ્યા છે કે કેમ, તે અંગે સત્ય તો સમય અને તેઓ પોતે જ સ્પષ્ટ કરી શકે છે.








