એન્ટરટેઇનમેન્ટ

અંધારી રાતે સિંહણ અને બચ્ચાંની નજીક જઈ વીડિયો બનાવવો ગુજરાતી એક્ટરને પડ્યો ભારે, વનવિભાગે તપાસ શરૂ કરી

27 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અંધારી રાતે સિંહણ અને બચ્ચાંની નજીક જઈ વીડિયો બનાવવો ગુજરાતી એક્ટરને પડ્યો ભારે, વનવિભાગે તપાસ શરૂ કરી

Ojas Rawal Lion Video: ગુજરાતની ઓળખ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર ઓજસ રાવલનો અંધારી રાતે સિંહણ અને તેના ત્રણ બચ્ચાની ખૂબ નજીક જઈને વીડિયો બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોને લઈને વિવાદ સર્જાતા વનવિભાગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વીડિયો અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા નજીકનો હોવાનું સામે આવ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

સિંહણ અને ત્રણ બચ્ચાની નજીક જઈ બનાવ્યો વીડિયો
'જમકુડી', 'વેન્ટિલેટર', 'ચાંદલો' અને 'પોલમપોલ' જેવી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા ઓજસ રાવલનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાઈરલ વીડિયોમાં અંધારી રાત દરમિયાન એક સિંહણ અને તેના ત્રણ બચ્ચા જોવા મળે છે. આ દરમિયાન એક્ટર તેમની ખૂબ નજીક ઊભા રહીને વીડિયો બનાવતો નજરે પડે છે. વીડિયોમાં બે કાર પણ દેખાઈ રહી છે. સિંહ અને તેના બચ્ચાની આટલી નજીક જઈને વીડિયો બનાવવામાં આવ્યો હોવાને કારણે વન્યજીવોની સુરક્ષા અને નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે.

વનવિભાગે વાઈરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી
શેત્રુંજી ડિવિઝનના પ્રોબેશનલ ACF રાજ પટોળીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો વીડિયો વનવિભાગના ધ્યાન પર આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ વીડિયો રાજુલાના કોવાયા નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે વીડિયોમાં બે કાર પણ દેખાઈ રહી છે. સમગ્ર મામલે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

સેલિબ્રિટી માટે સિંહ દર્શન કરાવાતા હોવાનો આક્ષેપ
'સેવ એશિયાટિક લાયન્સ' સંસ્થાના સ્થાપક અને સિંહપ્રેમી મયંક ભટ્ટે આ મામલે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે દિવાળીના સમયગાળા દરમિયાન સાસણમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય છે અને કેટલાક લોકો આ રીતે સિંહ દર્શન કરાવતા હોય છે. સેલિબ્રિટીઓ માટે પણ કેટલાક લોકો સિંહ દર્શન કરાવતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. મયંક ભટ્ટે વધુમાં કહ્યું કે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સેલિબ્રિટી દ્વારા કાયદાનો ભંગ થતો હોય ત્યારે વનવિભાગ તેમને છાવરતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ભૂતકાળમાં રવીન્દ્ર જાડેજા, મોરારિબાપુ અને પરેશ ધાનાણીની સિંહ સાથેની તસવીરો વાઈરલ થઈ હતી, ત્યારે પણ વનવિભાગે કોઈ કાર્યવાહી કરી ન હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. હાલમાં વનવિભાગે ઓજસ રાવલના વાઈરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે. તપાસમાં શું સામે આવે છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કઈ કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

Tags:
GujaratVandanGujarati ActorWildlife Protection Act 1972Rajula KovayaGujarat Forest Department
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026