એન્ટરટેઇનમેન્ટ

અમિતાભ બાદ હવે સૈફ અલી ખાનને મળી ધમકી, બાબા સિદ્દિકી કેસના વોન્ટેડ આરોપીનું નામ આવ્યું સામે!

19 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમિતાભ બાદ હવે સૈફ અલી ખાનને મળી ધમકી, બાબા સિદ્દિકી કેસના વોન્ટેડ આરોપીનું નામ આવ્યું સામે!

Saif Ali Khan receives threat: ફિલ્મી એક્ટર્સને મળી રહેલી ધમકીઓ વચ્ચે હવે એક્ટર સૈફ અલી ખાનને પણ ધમકી મળી છે. બાબા સિદ્દીકી કેસમાં વોન્ટેડ આરોપી જીશાન અખ્તરે સૈફ અલી ખાનને ધમકી આપી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જોકે, મુંબઈ પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

સૈફ અલી ખાનને કોણે આપી ધમકી?
સમાચાર એજન્સી IANS મુજબ, સૂત્રોના જણાવ્યાનુસાર આ વખતે ધમકી પાછળ બાબા સિદ્દીકી હત્યાકાંડમાં વોન્ટેડ આરોપી જીશાન અખ્તરનું નામ સામે આવ્યું છે. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈને ધમકીની પ્રામાણિકતા અને તેની સાથે જોડાયેલા ડિજીટલ પુરાવાની તપાસ કરી રહી છે. હાલ, સૈફ અલી ખાન તરફથી પણ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

અન્ય કલાકારોને પણ મળી હતી ધમકી
નોંધનીય છે કે, આના પહેલાં એક્ટર તુષાર કપૂર અને આયુષ્માન ખુરાના સહિત અન્ય કલાકારોને પણ ધમકી મળી ચુકી છે. આ મામલે પોલીસે બેંગલુરૂ નિવાસી 30 વર્ષીય વૈભવ મિશ્રાની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, વૈભવનો કોઈ ગેંગ સાથે સંબંધ નહતો. તે AI નો ઉપયોગ કરીને ફિલ્મી સ્ટાર્સને ધમકી આપી રહ્યો હતો.

ગત વર્ષે સૈફ અલી ખાન પર થયો હતો હુમલો
સૈફ અલી ખાન પર ગત વર્ષે ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરી, 2025ની રાત્રે મુંબઈના બ્રાન્દ્રા સ્થિત તેમના ઘરમાં ચાકૂ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર ચોરીના ઇરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો. તે રાત્રે 1:30 વાગ્યે બિલ્ડિંગ પરિસરમાં પહોંચ્યો હતો અને દીવાલ તેમજ ડક્ટ પાઇપની મદદથી ઉપર ચડીને ઘરમાં દાખલ થયો હતો. તે સૈફના નાના દીકરા જેહના રૂમ સાથે જોડાયેલા બાથરૂમના રસ્તે અંદર પહોંચ્યો હતો. આશરે 2:30 વાગ્યે ઘરમાં કામ કરનારી નર્સ એલિયામા ફિલિપે તેને બાથરૂમમાં સંતાતો જોયો હતો. નર્સે બૂમાબૂમ કરતા ઘરના લોકો જાગી ગયા હતા અને સૈફ તેમજ કરીના બાળકોના રૂમ સુધી પહોંચ્યા હતા. સૈફે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે ચાકૂથી સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સૈફને પીઠ, ગરદન અને હાથના ભાગમાં ઇજા થઈ હતી. ઘરની એક મહિલા કર્મચારી પણ ઘટનાક્રમમાં ઇજાગ્રસ્ત થઈ હતી. કરીનાએ બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા અને ઇજાગ્રસ્ત સૈફને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી.

બાંગ્લાદેશી નાગરિક હતો આરોપી
મુંબઈ પોલીસે આ મામલે 19 જાન્યુઆરી, 2025ના દિવસે 30 વર્ષીય મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદની ઠાણેથી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, આરોપી બાંગ્લાદેશનો નાગરિક હતો અને ભારતમાં ગેરકાયદે રીતે ઘૂસ્યો હતો. તેણે પોતાની ઓળખ વિજય દાસ બનાવીને રાખી હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેક્નિકલ પુરાવા અને એક લેબર કોન્ટ્રાક્ટર પાસેથી મળેલી માહિતીના આધારે તેની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, ઘટના બાદ આરોપીએ કપડા બદલ્યા હતા અને શહેરમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે શરૂઆતી તપાસમાં હુમલાની પાછળ ચોરીનું કારણ જણાવ્યું હતું. આરોપીને કદાચ એ જાણકારી નહતી કે, તે એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો.

Tags:
entertainment crime news GujaratiSaif Ali Khan threat news todayBollywood actor security threat Mumbai PoliceBaba Siddique case wanted accused threatens Saif Ali KhanSaif Ali Khan receives threat after Amitabh Bachchan
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026