કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડે કર્યો ખુલાસો: કોટકે કહ્યું- હિડનબર્ગ ક્યારેય કંપનીની ક્લાયન્ટ હતી જ નહીં, હિડનબર્ગે કારણદર્શક નોટિસમાં કર્યો હતો ખુલાસો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02072024_101712_kotak.webp)
- 02 Jul, 2024
કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડે મંગળવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હિડનબર્ગ રિસર્ચ ક્યારેય તેની ક્લાયન્ટ કે તેના ફન્ડમાં ઈન્વેસ્ટર રહી જ નથી. ઉલ્લેખનીય છે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ હિડનબર્ગને કારણદર્શક નોટિસ પાઠવી હતી અને આ નોટિસના જવાબમાં હિડનબર્ગે કોટક મહિન્દ્રા બેન્કનું નામ ટાંકીને ખુલાસો કર્યો હતો. કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડ અને KIOF(કો-ઈન્ડિયા ઓપરચ્યુનિટી ફન્ડ લિમિટેડ) એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હિડનબર્ગ ક્યારેય તેની ક્લાયન્ટ તરીકે રહી નથી. આ સિવાય હિડનબર્ગ તેના ફન્ડમાં ઈન્વેસ્ટર પણ રહી નથી.
હિન્ડેનબર્ગે સેબીની શો-કોઝ નોટિસનો જવાબ આપતાં કટાક્ષ કર્યો છે કે ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી. જ્યારે સેબીએ અમને શોકોઝ નોટિસ પાઠવી પોતે ન્યાયપૂર્ણ તપાસ કરી હોવાનો દાવો કરી રહી છે, ત્યારે તે તપાસમાં વાસ્તવિક જોડાણ ધરાવતા પક્ષનું નામ જાહેર કરવામાં નિષ્ફળ કેમ ગઈ. હિન્ડેનબર્ગે ટોચની ખાનગી બેન્કમાં સામેલ કોટક મહિન્દ્રા બેન્કે અદાણી સ્ટોક્સના શોર્ટ સેલિંગ માટે ઓફશોર ફંડ બનાવી તેના પર દેખરેખ રાખી હોવાનો આરોપ મૂક્યો છે. જેણે અમારા ઈન્વેસ્ટર પાર્ટનર સાથે મળી અદાણીના સ્ટોક્સ પર દાવ લગાવવા ઓફશોર ફંડ સ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું હતું. જેને K-India ઓપોર્ચ્યુનિટીઝ ફંડનું નામ આપ્યું અને 'KMIL'ના ટૂંકાક્ષર સાથે 'કોટક' નામનો ઢાંકપિછોડો કર્યો હતો.
હિન્ડેનબર્ગે સેબી પર વધુ એક નવો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, કદાચ સેબી બિઝનેસમેનને કાયદાકીય પ્રક્રિયાથી દૂર કરવા માંગતી હશે, જેથી તેણે નામ જાહેર કર્યુ નથી. બેન્કના ફાઉન્ડર ઉદય કોટક 2017માં કોર્પોરેટ ગવર્નન્સ પર સર્જાયેલી સેબીની કમિટીનું નેતૃત્વ કરતાં હતા. અમને શંકા છે કે, સેબીએ જાણી જોઈને કોટકનું કે કોટકના અન્ય બોર્ડ સભ્યનું નામ જાહેર કર્યુ નથી. જેનાથી સેબીની ભૂમિકા પણ ખરડાઈ જવાની શક્યતા છે.
કોટક બેન્કના પ્રવક્તાએ હિન્ડેનબર્ગના આ આરોપો અંગે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી. સેબીએ અમેરિકા સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચને અદાણી વિરૂદ્ધ ખોટો રિપોર્ટ રજૂ કરવા સંબંધિત શો કોઝ નોટિસ પાઠવી હતી. જેનો 2 જુલાઈએ બ્લોગ પોસ્ટ દ્વારા હિન્ડેનબર્ગે જવાબ આપ્યો હતો. 46 પાનાની શો કોઝ નોટિસ 27 જૂનના રોજ પાઠવવામાં આવી હતી. જેમાં હિન્ડેનબર્ગ પર ઓફશોર ફંડ સ્ટ્રક્ચર મારફત અદાણી ડેરિવેટિવ્ઝમાં પરોક્ષ રીતે (ઈન્વેસ્ટર પાર્ટનર) શોર્ટ સેલિંગ કર્યું હોવાનો આરોપ મૂકાયો હતો.