"ક્રેક" ફિલ્મે કરાવ્યું કરોડોનું નુકસાન: એક્ટરે વિદ્યુત જામવાલે 14 દિવસમાં જ પુરી ક્રેક અને કમાઈ લીધા રૂપિયા, જાણવા જેવું છે આ કામ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01072024_073802_75335_ssz7.webp)
- 01 Jul, 2024
બૉલીવુડની ફિલ્મ ઇન્ડટ્રીઝમાં કેટલીય ફિલ્મો બને છે, અને કેટલાય એકટર-અટકટ્રેસ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવતા હોય છે,જેમાંથી માંડ બે-ચાર ફિલ્મને સફળતા મળે છે. જ્યારે બાકીના કલાકારો અને ફિલ્મો ફ્લોપ થયા બાદ ફેકાઈ જતા હોય છે. ગુમનામીના અંધકારમાં ખોવાઈ જતા હોય છે.
કેટલાક કલાકારો-નિર્માતાઓ આ નિષ્ફળતા સરળતાથી પચાવી શકતા હોય છે, જ્યારે કેટલાક તેના બોઝ નીચે દબાઈ જતા હોય છે, અને પછી અવળા માર્ગે પણ જતા રહેતા હોય છે. દરમિયાન કેટલાક કલાકારો છાપાની હેડલાઇન પણ બની જતા હોય છે, આવીજ એક ઘટના Crakk ફ્લોપ થયા બાદ વિદ્યુત જામવાલ સાથે બની હતી .
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતા વિદ્યુત જામવાલને કરોડોનું નુકસાન થયું હતું. પરંતુ નિષ્ફળતાને સફળતામાં બદલવી એનું નામ જ કલાકાર હોય છે, જે વિદ્યુતે કરી બતાવી ઇન્ડસ્ટ્રીઝના દરેક કલાકાર અને નિર્માતાઓ માટે અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફિલ્મ ફ્લોપ થતાં પૈસા ચૂકવવા વિદ્યુતે એક ફ્રેંચ સર્કસમાં કામ કર્યું, આ સર્કસ સાથે તે 14 દિવસ સુધી જોડાયેલો રહ્યો અને પોતાના શરીરની કરતબો દર્શકોને બતાવીને ફિલ્મની બધી નુકસાન ભરપાઈ કરી લીધી હતી.
વિદ્યુતને બોલિવૂડ એક વર્સેટાઈલ એક્ટર તરીકે ઓળખે છે , તે પોતાની એક્શન ફિલ્મોને સાથે જોરદાર અભિનય માટે જાણીતો હોવા છતાં અભિનેતાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. વિદ્યુતની તાજેતરની ફિલ્મ 'ક્રેકઃ જીતેગા તો જીયેગા' આ વર્ષે ફેબ્રુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
પરંતુ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર કઈ ખાસ સફળતા મળી નહતી , ઉપરાંત આ ફિલ્મમાં વિદ્યુત કલાકારની સાથે આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. અભિનેતાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'ક્રેક ફ્લોપ જવાને કારણે મને કરોડોનું નુકસાન થયું છે. તે સમયે હું સમજી શકતો ન હતો કે હું આ પૈસા કેવી રીતે પરત કરીશ.'અને પરત કરી શકીશ કે નહીં તે પણ એક પ્રશ્ન હતો.
આ ફિલ્મ બનાવવા માટે તેને 45 કરોડનો ખર્ચો થયો હતો જ્યારે આ ફિલ્મ ફક્ત 17 કરોડની કમાણીજ કરી શકી હતી તેથી બાકીની 28 કરોડની રકમ પણ તેના માટે નાની નહતી. સર્કસમાંથી એ પૈસા ઊભા કર્યા બાદ જ તે મુંબઈ પાછો ફર્યો હતો. ક્રેકમાં વિદ્યુત સાથે એક્ટર નોરા ફતેહી, અર્જુન રામપાલ અને એમી જેક્સન મુખ્ય ભૂમિકામાં હતા. અને આ ફિલ્મ ફેબ્રુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જ્યારે આ ફિલ્મ એપ્રિલમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.