બોલીવુડની આ બે ફિલ્મો જોવા જેવી ખરી: કલ્કી 2898 એડીએ કરી 555 કરોડની કમાણી અને જટ એન્ડ જુલિયેટ 3એ અમેરિકામાં મચાવી ધુમ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01072024_125954_IMG_2038-e1716914502162.webp)
- 01 Jul, 2024
પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી' એ 27 જૂને સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવી હતી . આ ફિલ્મ રિલીઝ થયા એ દિવસથી રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. દેશ-વિદેશના બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જંગી કમાણી કરી રહી છે. આ ફિલ્મે 4 દિવસમાં વિશ્વભરમાં 550 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને સમગ્ર વિશ્વમાં મનોરંજન ક્ષત્રે સુનામી લાવી દીધી છે.
બૉલીવુડમાં 'કલ્કિ 2898 એડી' ને હવે આપવામાં આવી રહ્યું છે નવું નામ ," મનોરંજનનીસુનામી " . ઇન્ડસ્ટ્રીઝમાં તેની તુલના સુનામી તરીકે કરવામાં આવી રહી છે. કારણ સ્પષ્ટ છે આ ફિલ્મની જોરદાર એક્શને કમાણીના બધા રેકોર્ડ નવા બનાવ્યા છે. "કલ્કી 2898 એડી"એ વિશ્વમાં T-20 વર્લ્ડ કપની શાનદાર જીત સાથે મનોરંજન ક્ષત્રે પણ દેશનું નામ મોખરે કરી દીધું છે.
હવે કલ્કિ એ યુએસ અને કેનેડા : 91.81 કરોડ, યુનાઇટેડ કિંગડમ : 9.38 કરોડ,ઓસ્ટ્રેલિયા : 9.18 કરોડ, ન્યુઝીલેન્ડ : 93.75 લાખ , જર્મની : 1.30 કરોડની કમાણી સાથે સમગ્ર વિશ્વમાં 555 કરોડ રૂપિયા પોતાના ખિસ્સામાં ભરી લીધા છે. આ અગાઉ વિદેશની ધરતી પર શાહરૂખ ખાનની 'જવાન' 400 કરોડ, રામ ચરણ અને જુનિયર NTRની 'RRR'314.15 કરોડ અને પ્રભાસની 'બાહુબલી 2' 371.15 કરોડની કમાણી કરી હતી.
હવે બૉલીવુડમાં એવી વાતો વહી રહી છે કે 'કલ્કી' આ બધીજ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે.તેથી ચિત્ર સાફ થઈ રહ્યું છે કે ધીરે ધીરે બોલીવૂડ સમગ્ર વિશ્વમાં મનોરંજન કરવામાં અગ્રેસર દેખાઈ રહ્યું છે. કલ્કિની સાથે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર દિલજીત દોસાંજની ફિલ્મ જટ્ટ એન્ડ જુલિયટ 3પણ વિદેશોમાં રિલીઝ થઈ છે અને જાણવા જેવી બાબત એ છે કે આ ફિલ્મ પણ રીલીઝની સાથે નવા રેકોર્ડ બનવા જઈ રહી છે.
ઉત્તર અમેરિકામાં ભારતીય ફિલ્મો જોવાનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં લઇને પ્રભાસની કલ્કીની સાથે દિલજીત દોસાંઝની ફિલ્મ જટ્ટ એન્ડ જુલિયટ 3 પણ ઉત્તર અમેરિકામાં મોટા પાયે રિલીઝ કરવામાં આવી હતી. જેનો ફાયદો બંને ફિલ્મોને મળી રહ્યો છે અને બંને ફિલ્મો એ અમેરિકામાં ધૂમ મચાવી ટોપ 10 ફિલ્મોની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
પ્રભાસની ફિલ્મ કલ્કિએ ઉત્તર અમેરિકામાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી 5મું સ્થાન મળ્યું છે. જ્યારે દિલજીત દોસાંઝની ફિલ્મ જટ્ટ એન્ડ જુલિયટ 3એ 15 કરોડ રૂપિયાની કમાણી કરી 9મું સ્થાન મળ્યું છે.