"કલ્કી" બોક્સ ઓફિસ પર સુપર ડુપર હીટ સાબિત થઈ: પાંચમા દિવસે પણ કર્યું રેકોડ બ્રેક કલેક્શન, શાહરૂખના જવાનને હરાવ્યા પરંતુ સનીની ગદર 2થી પાછળ
- 02 Jul, 2024
બૉલીવુડની સાથે વિશ્વભરમાં બહુ ચર્ચિત જબરદસ્ત એક્શન ફિલ્મ કલ્કી 2898 એડી સિનેમાઘરોમાં ૨૭ જૂને રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ ,અમિતાભ બચ્ચન, દિપીકાની સાથે કમલ હાસનનો પણ જોરદાર અભિનય દર્શકોને તેમની તરફ આકર્ષી રહ્યા છે. તેથી ફિલ્મનું મજબૂત કલેક્શન જોવા મળી રહ્યું છે.
આ ફિલ્મે દેશ-વિદેશની સાથે ખાસ કરીને સાઉથના થિયેટરોમાં ધમાકેદાર બેટિંગ કરીને તુફાન મચાવ્યું છે. સર્વત્ર ફિલ્મ કલ્કિની ચર્ચા થઈ રહી છે. બોક્સ ઓફિસ પર પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ અભિનીત કલ્કી 2898 એડી એ સફળતાની બધી સીડીઓ ચડી પ્રથમ ક્રમાંકે પહોંચ્યું છે. કમાણીને મામલે તે બધાની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે.
ગઈકાલ એટલે સોમવારની વાત કરી એ તો ફિલ્મે રેકોર્ડ બ્રેકિંગ કલેક્શન કર્યું હતું. પ્રારંભિક અંદાજો મુજબ, કલ્કિ 2898 એ.ડી.એ તેની રિલીઝના પાંચમા દિવસે વિશ્વભરમાં લગભગ રૂ. 84 કરોડથી વધુ કમાણી કરી હતી.સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડી સિનેમાઘરોમાં રિલીઝ થવાની સાથે અઢળક કમાણી કરીને એક પછી એક શિખરો સર કરવાનું ચાલુ કર્યું છે. આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે.
ભારતમાં આ ફિલ્મે 5 દિવસમાં એટલી કમાણી કરી લીધી છે કે આખી જિંદગીમાં કોઈ ફિલ્મે આટલી કમાણી કરી નથી. ફિલ્મે પહેલા વીકએન્ડમાં જબરદસ્ત કલેક્શન કર્યું હતું અને રવિવારે 88.2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ફિલ્મે ચોથા દિવસે એટલે કે અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં પણ તેની સારી કમાણી કરીને દર્શકોની આતુરતા અને ઇંતેજારીની સાથે તેમનો રસ જાળવી રાખ્યો છે.જેને પરિણામે સોમવારે પણ આ ફિલ્મે ભારતમાં 34.6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
આમા 5 દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 343.6 કરોડની ઉપર થઈ ગયું છે. વર્લ્ડવાઈડ કલેક્શનમાં આ ફિલ્મે માત્ર 4 દિવસમાં 550 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે આ ફિલ્મે રેકોર્ડ બ્રેકિંગ સોમવાર, એટલે પાંચમા દિવસે 635 કરોડની કમાણી કરી લીધી હતી. પ્રભાસની કલ્કીની કમાણીએ શાહરૂખ ખાનની જવાનને પણ માત આપી છે. જ્યારે ફિલ્મ જવાન રીલિઝ થઈ ત્યારે તેનો પણ પાંચમો દિવસ સોમવાર હતો, અને ફિલ્મે તે દિવસે 32.92 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ફિલ્મનું 5 દિવસનું કુલ કલેક્શન 319.8 કરોડ રૂપિયા હતું. આ દૃષ્ટિકોણથી શાહરુખની સૌથી સફળ ફિલ્મની સરખામણીમાં કલ્કી મોટા માર્જિનથી આગળ નીકળી ગઈ છે. પણ હજી તે સન્ની દેઓલની ફિલ્મ ગદર-૨થી પાછળ છે. રીલીઝ થયા બાદના સોમવારે ગદર 2 એ 38.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે તેની પાંચ દિવસ બાદ ગદર 2 એ ભારતમાં 193.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
પ્રભાસની કલ્કીની સરખામણીમાં આ કલેક્શન ઘણું ઓછું હોવા છતાં સોમવારે આ ફિલ્મે કલ્કી કરતાં વધુ કમાણી કરી હતી.ફિલ્મે સોમવારે સમગ્ર દેશમાં રેકોર્ડ બ્રેકિંગ કલેક્શન કર્યુ તેની સાથે ભારતમાં તમામ ભાષાઓ માટે 34.6 કરોડથી વધુ નેટ એકત્રિત કર્યું. જ્યારે તેનું વિશ્વવ્યાપી કલેક્શન રૂ. 45-50 કરોડની રેન્જમાં હતું તેનું કુલ કલેક્શન રૂ. 635 કરોડથી વધુ થયું હતું. હજી પણ બોક્સ ઓફિસના અંતિમ કલેક્શનના આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને પ્રભાસના અભિનયની તમામ દર્શકોએ ભરપેટ પ્રશંસા કરી હતી. “કલ્કી"માં અમિતાભનું પાત્ર પહેલા હાફ કરતાં બીજા હાફમાં અભિનેતાનો સ્ક્રીન ટાઈમ વધી જાય છે. અમિતાભ જે તીવ્રતા સાથે તેના સંવાદો રજૂ કરે છે તે વખાણવા લાયક છે. પ્રભાસના ભૈરવ અને બુજ્જીએ કલ્કિ 2898 એડીમાં હાસ્યસ્પદ પાત્ર ભજવ્યું છે જ્યારે બીજા હાફમાં પ્રભાસના એક્શન સિક્વન્સ અને એનર્જીની ઉગ્રતા જોવા મળે છે. અમિતાભ સાથેનો તેમનો મુકાબલો ચોક્કસપણે ખાસ પ્રશંસનીય છે.