મુખ્ય ચૂંટણી અધિકારીને મળી Z કેટેગરીની સુરક્ષા: IBના રિપોર્ટ પછી ગૃહ મંત્રાલયની કાર્યવાહી
- 09 Apr, 2024
ઈન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટ પછી ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમીશનર રાજીવ કુમારને Z કેટેગરીની સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય છે કે TMCની સાથે ઘણી રાજકીય પાર્ટીઓ હાલ હોબાળો કરી રહી છે. તેને જોતા IBનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો હતો, જેના આધારે મુખ્ય ચૂંટણી કમીશનરને સુરક્ષા આપવામાં આવી છે.
Z શ્રેણીની સુરક્ષામાં કુલ 33 સુરક્ષાગાર્ડ તહેનાત હોય છે. આર્મ્ડ ફોર્સના 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ વીઆઈપીના ઘરે રહે છે. 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, ત્રણ શીફ્ટમાં આર્મ્ડ સ્કોટના કમાન્ડો, 2 વોચર્સ શિફ્ટમાં અને 3 ટ્રેન્ડ ડ્રાઈવર રાઉન્ડ ક્લોક હાજર રહે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે. દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થવા જઈ રહી છે. જેની શરૂઆત 19 એપ્રિલથી પ્રથમ તબક્કાથી થશે. જ્યારે બીજી તબક્કો 26 એપ્રિલે, ત્રીજો 7 મેના રોજ, ચોથો 13 મેના રોજ, પાંચમો 20 મેના રોજ, છઠ્ઠો 25 મેના રોજ અને સાતમો તબક્કો 1 જૂને થશે. તમામ તબક્કાઓનું કાઉન્ટિંગ 4 જૂને થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ