સ્પોર્ટ્સ

21 છગ્ગા સાથે મેદાનમાં તોફાન, ન્યૂઝીલેન્ડના બેટરની બેટિંગથી વર્લ્ડ રેકોર્ડ જોખમમાં

12 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
21 છગ્ગા સાથે મેદાનમાં તોફાન, ન્યૂઝીલેન્ડના બેટરની બેટિંગથી વર્લ્ડ રેકોર્ડ જોખમમાં

Bevon Jacobs Double Century: ન્યૂઝીલેન્ડના યુવા બેટર બેવોન જેકોબ્સે ઘરેલુ ક્રિકેટમાં તોફાની બેટિંગ કરીને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ તરફથી રમતાં તેણે ઓટાગો સામે માત્ર 137 બોલમાં અણનમ 202 રન ફટકાર્યા હતા. તેની આ વિસ્ફોટક ઇનિંગમાં 21 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થયો હતો. જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ન્યૂઝીલેન્ડનો બેટર બની ગયો છે. જોકે, તે વિશ્વ રેકોર્ડ તોડવાથી માત્ર બે છગ્ગા દૂર રહી ગયો હતો.

137 બોલમાં અણનમ 202 રનની ઐતિહાસિક ઇનિંગ
12 નવેમ્બર, ગુરુવારે ઓકલેન્ડના ઈડન પાર્ક આઉટરમાં ઓકલેન્ડ અને ઓટાગો વચ્ચે ફોર્ડ ટ્રોફીની મેચ રમાઈ હતી. આ મેચમાં ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા બેવોન જેકોબ્સે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. તેણે પોતાની પ્રથમ લિસ્ટ-A સદી ફટકાર્યા બાદ ઇનિંગને બેવડી સદી સુધી પહોંચાડી દીધી હતી. જેકોબ્સે 137 બોલમાં અણનમ 202 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 21 છગ્ગા અને 7 ચોગ્ગા નીકળ્યા હતા. આ પ્રદર્શન સાથે તેણે ન્યૂઝીલેન્ડના લિસ્ટ-A ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

વિશ્વ રેકોર્ડથી માત્ર બે છગ્ગા દૂર રહ્યો
લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટના નામે છે. તેણે વર્ષ 2018માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં ક્વીન્સલેન્ડ સામે 257 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 23 છગ્ગા ફટકાર્યા હતા. બેવોન જેકોબ્સે 21 છગ્ગા ફટકારીને આ વિશ્વ રેકોર્ડની બરાબરી કરવાની નજીક પહોંચી ગયો હતો, પરંતુ તેનાથી બે છગ્ગા પાછળ રહી ગયો હતો.

ન્યૂઝીલેન્ડ માટે બેવડી સદી ફટકારનારો ચોથો બેટર
બેવોન જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો ન્યૂઝીલેન્ડનો ચોથો બેટર બન્યો છે. તેના પહેલાં જેમી હો (2012), માર્ટિન ગપ્ટિલ (2015) અને ચાડ બોવેસ (2024) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સનો પણ રહી ચૂક્યો છે હિસ્સો
બેવોન જેકોબ્સ IPL 2024 દરમિયાન પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે જોડાયો હતો. જોકે, 2025ની સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. જેકોબ્સનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ આવી ગયો હતો. 2023-24ની સુપર સ્મેશ ટૂર્નામેન્ટમાં કેન્ટરબરી કિંગ્સ તરફથી રમતાં તેણે છ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 188.73 રહ્યો હતો. તાજેતરમાં ભારત સામે રમાયેલી પાંચ મેચની T20 સિરીઝમાં પણ જેકોબ્સે 136 રન બનાવ્યા હતા. તે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જોકે, તેને હજુ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.

Tags:
ગુજરાતવંદનમુંબઈ ઇન્ડિયન્સક્રિકેટ રેકોર્ડલિસ્ટ એ ક્રિકેટન્યૂઝીલેન્ડ ક્રિકેટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026