T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ: બીસીસીઆઈના ચીફ જય શાહે ટીમ ઈન્ડિયાને કહ્યું- BEST OF LUCK, ભારત-આફ્રિકા વચ્ચે આઠ વાગ્યાથી LIVE મેચ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_133020_Cricket.webp)
- 29 Jun, 2024
T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ બારબાડોસમાં બ્રિજટાઉનના કેંસિંગ્ટન ઓવલમાં રમાશે. સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે અને તેની પાસે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ બનાવવાની તક છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો.
વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. તે પછીથી ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે સંઘર્ષ કરતી દેખાઈ છે. હવે રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાની તક છે. જોકે અહીં બ્રિજટાઉનમાં મેચ દરમિયાન ઝરમર-ઝરમર વરસાદ પડે તેવી શક્યાતા છે. આ સંજોગોમાં મેચના રિઝલ્ટને લઈને ફેન્સ ચિંતિત છે. ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકાની વચ્ચે ફાઈનલ મેચ થોડીવારમાં શરૂ થશે. જોકે આ મેચ શરૂ થતા પહેલા જ બીસીસીઆઈના ચીફ જય શાહે ટીમ ઈન્ડિયાને બેસ્ટ ઓફ લક કહ્યું છે. જય શાહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ટીમ ઈન્ડિયાને ચિયરઅપ કર્યું છે.
ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ પહેલા વેસ્ટઈન્ડિઝના સ્ટાર પ્લેયર ક્રિસ ગેલનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ બંને ટીમને શુભેચ્છા પાઠવતા જોઈ શકાય છે. તેમણે કહ્યું કે બારબાડોસના બ્રિજટાઉનમાં હાલ તો હવામાન સાફ છે. તાપ નીકળ્યો છે. જો આવું જ હવામાન રહ્યું તો ટોસ એકદમ સમયે જ થશે. ટોસ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 થશે. તે પછીથી આઠ વાગ્યે મેચ શરૂ થશે.
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ 11
ક્વિંટન ડિકોક(વિકેટકિપર), રીજા હેંડ્રિક્સ, અડેન માર્કરમ(કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક કલાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કેશવ મહારાજ કગિસો રબાડા, એનરિક નોર્કિયા અને તબરેજ શમ્સી
ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા(કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત(વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.