:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એક્સિસ બેંકે પેટીએમ તરફ મદદનો હાથ લંબાવ્યો પેમેન્ટ્સ બેંકને RBIની મંજૂરી મળે તો સાથે કામ કરવા તૈયાર..

top-news
  • 13 Feb, 2024

એક્સિસ બેંકના MD અને CEO અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે જો તે પેટીએમ પેમેન્ટ્સ બેંકને ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી મળે તો તેની સાથે કામ કરવા તૈયાર છે. અગાઉ એચડીએફસી બેંકના પરાગ રાવે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે બેંકો પેટીએમના મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ મામલામાં ઉતાર -ચઢાવ તરફ પર અમારું સંપૂર્ણ ધ્યાન છે. 

આ પહેલા સોમવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્રીય બેંક તેના નિર્ણય બાબતે કોઈ સમીક્ષા કરશે નહીં. અમિતાભ ચૌધરીએ સોમવારે કહ્યું કે તેઓ પેટીએમ સાથે કામ કરવા તૈયાર છે. જો કે, આ મુદ્દો નિયમનકારી મંજૂરી પર મુખ્ય આધાર રાખે છે. ચૌધરીએ ઉમેર્યું હતું કે જો તેમને RBI તરફથી પરવાનગીમળે તો તેઓ ચોક્કસપણે પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે કામ કરવા તૈયારી બતાવાઈ રહ્યા છે.

પ્રાઈવેટ સેક્ટર બેન્કના સીઈઓ ચૌધરીએ જણાવ્યું હતું કે પેમેન્ટ્સ બેન્ક આ સેક્ટરની એક અગ્રણી કંપની તરીકે ઓળખાય છે. હુરુન અને એક્સિસ બેંક દ્વારા બનાવવામાં આવેલ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટને લોન્ચ કરતી વખતે તેમણે આ સંદર્ભમાં આ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ અવસર પર એક્સિસ બેંકના ગ્રુપ એક્ઝિક્યુટિવ અર્જુન ચૌધરીએ કહ્યું કે પેટીએમ સાથે વાટાઘાટ કરવામાં આવી રહી છે. 

જોકે, આ ચર્ચા કોઈ ચોક્કસ પરિણામલક્ષી રહી નથી . આરબીઆઈએ 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ્સ બેંક પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં એચડીએફસી બેંકના પરાગ રાવે પેટીએમ પેમેન્ટ બેંક સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે બાદમાં આ વાત ખાસ આગળ વધી ન હતો. હવે વધુ એક બેંકે આ મામલે રસ બતાવ્યો છે. હાલની સમસ્યાઓ વચ્ચે આરબીઆઇ તરફ તમામની મીટ મંડાઈ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎