:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અદાણી રિયાલ્ટી દ્વારા નવીનત્તમ ડિઝીટલ એક્સપિરિયન્સ સેન્ટરનો શુભારંભ શાંતિગ્રામમાં સૌપ્રથમવાર ગ્રાહકોને પ્રોપર્ટીનો વર્ચ્યુઅલ અનુભવ થશે

top-news
  • 26 Feb, 2024

અમદાવાદમાં શાંતિગ્રામ ખાતે સૌ પ્રથમવાર અદ્યતન ટેકનોલોજી ધરાવતા ડિઝીટલ એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અદાણીના હાઈ-એન્ડ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલું આ સેન્ટર રિયલ એસ્ટેટ એક્સપ્લોરેશનમાં નવા ધોરણો સ્થાપિત કરવા સંપૂર્ણપણે તૈયાર છે. 

શાંતિગ્રામ ખાતે અદાણી રિયલ્ટીએ ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર થકી ગ્રાહકોના અનુભવને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડવાનો ક્રાંતિકારી અભિગમ અપનાવ્યો છે. જેમાં ભૌતિક અને ડિજિટલ ક્ષેત્રોના સંમિશ્રણને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે શ્રેષ્ઠતા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા સંચાલિત આ નવીત્તમ સેન્ટરમાં મુલાકાતીઓ શાંતિગ્રામની ટાઉનશીપ, ઘરો અને ઓફિસોની વર્ચ્યુઅલ ટુર કરી શકે છે. . અદાણી રિયલ્ટી ગ્રાહક કેન્દ્રિત સેવા સાથે રિયલ એસ્ટેટના ભાવિના સાક્ષી બનવા સૌને આમંત્રિત કરે છે. 

બાંધકામક્ષેત્રે ગેમ ચેન્જર ગણાતા આ નવીન કેન્દ્રમાં ગ્રાહકો ઘરના ઘરનું પઝેશન મળતા પહેલા જ તેનો વર્ચ્યુલ અનુભવ કરી શકશે. સાઇટ પર પૂરા પાડવામાં આવતા ઇમર્સિવ 360 ડિગ્રી અનુભવ સાથે 'ફિજીટલ' મોડલ ગ્રાહકોને ટાઉનશિપ, રહેણાંક પ્રોજેક્ટ્સ અને વર્કસ્પેસનો ભાવિ દૃષ્ટિકોણ બતાવશે. વળી ખાસ વાત એ છે કે, ગ્રાહકો ઓફિસથી લઈને સ્પોર્ટ્સ, લીવીંગરૂમ વેગેરેનો અનુભવ આંગળીના ટેરવે અને પોતાની અનુકુળતાએ લઈ શકે છે.

અદાણી રિયલ્ટી ભારતમાં રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અદ્યતન તકનીકી નવીનતાઓ અપનાવવામાં હંમેશા મોખરે રહી છે. કંપની ડ્રોનનો ઉપયોગ કરીને બાંધકામનું મોનિટરિંગ કરવાથી લઈને ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરવા સુધીના ઇનોવેશન કરવામાં અવ્વલ રહી છે.  રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે આ પગલું ગેમ-ચેન્જર સમાન છે. કારણ કે, અગાઉ અમદાવાદમાં આ પ્રકારની સુવિધા રિયલ એસ્ટેટમાં જોવા મળી નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎