:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો: RBIએ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ માટે દંડ ફટકાર્યો ...

top-news
  • 27 Feb, 2024

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને RBI તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  પર 2 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિઝર્વ બેંકે કેનેરા બેંક અને સિટી યુનિયન બેંક પર પણ દંડ લગાવ્યો છે. કેનેરા બેંક પર 32.30 લાખ રૂપિયાનો અને સિટી યુનિયન બેંક પર 66 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકે સોમવારે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે આ બેંકો પરના નિયમનકારી ધોરણોના ઉલ્લંઘનને કારણે આ ત્રણે બેંક સામે કાર્યવાહી કરવામાં આવી છે.આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓ માટે દંડ લાદવામાં આવ્યો છે. તેને બેંક અને ગ્રાહકો વચ્ચેના વ્યવહાર અથવા કરાર સાથે કોઈ લેવાદેવા નથી, તેથી આરબીઆઇની આ કાર્યવાહીની ગ્રાહકો પર કોઇ અસર નહીં થાય.

આરબીઆઈએ જણાવ્યું છે કે SBI પર ડિપોઝિટર એજ્યુકેશન અવેરનેસ ફંડ સ્કીમ, 2014 સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. 2 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. આરબીઆઈએ કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ કેનેરા બેંક પર 32.30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે તો સિટી યુનિયન બેંક લિમિટેડ પર આવકની ઓળખ, સંપત્તિ વર્ગીકરણ અને લોન સંબંધિત જોગવાઈઓ, નોન-પરફોર્મિંગ લોન  અને ગ્રાહક સંભાળ સંબંધિત જોગવાઈઓ સંબંધિત આરબીઆઈની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ  66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎