:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

શેરબજારમાં રોકાણના નામે 64 લાખની છેતરપિંડી સાયબર ક્રાઇમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી

top-news
  • 07 Mar, 2024

 શહેરમાં દિવસે ને દિવસે છેતરપિંડીના બનાવોમાં વધારોજ થતો જોવા મળી રહ્યો છે, સામાન્ય જનતાને વધુ કમાવી આપવાની લાલચ આપીને છેતરવામાં આવી રહ્યા છે,તેથી જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો કરતા રહો, પરંતુ કોઈના નામે રોકાણનો વોટ્સએપ મેસેજ આવે તો ચેતી જજો..! કારણે કે, આવી જ રીતે છેતરપિંડીના બનાવો હમણા ખાસ્સા પ્રમાણમાં વધી રહ્યાં છે. અમદાવાદમાં શેર બજારમાં રોકાણ કરવાના નામે રૂ 64.95 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સાયબર ક્રાઇમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

આરોપીએ ગોલ્ડમેન સાચેસ સ્ટોક પુલ અપ નામથી વોટસએપ મારફતે વાતચીત કરીને શેર માર્કેટમા રોકાણ કરવાની વાત કરી હતી. વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. બીજા ગ્રુપમાં 33 વીઆઇપી ગોલ્ડમેન સાચેસ તથા 15-બિઝનેસ પ્રોસેસિંગ ગ્રુપમાં છે તેમજ જે નામાંકિત વ્યક્તિ છે. સાથે સાથે વોટસએપ ચેટથી રોકાણ કરવાના બહાને KYC ડોક્યુમેન્ટ ફીડ કરવા જણાવ્યું હતું. 

શેરમાર્કેટમાં રોકણથી વધુ નફો મળશે તેવી લાલચ આપીને  અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 64.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આમ આ રીતે રોકાણના નામે સાયબર ફ્રોડની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎