:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શેર વેચતાની સાથે જ ખાતામાં જમા થશે પૈસા: બજારમાં પ્રવાહિતાની સ્થિતિમાં સુધારો , સેબીની યોજના

top-news
  • 12 Mar, 2024

શેરબજારમાં ટ્રેડિંગ કરનાર કે વેચાણ કરનાર માટે આવ્યા સારા સમાચાર . અત્યારે શેરબજારમાં ટ્રેડીગ કરો કે કોઈપણ શેર વેચો તાત્કાલિક ઘોરણે તેની અસર ડીમેટ ખાતામાં જોવા મળે એવી સિસ્ટમ બનાવવામાં આવી છે. જ્યારે હાલમાં જો તમે કોઇ શેર વેચો છો , તો તેની રકમ બીજા દિવસે તમારા ડીમેટ ખાતામાં દેખાય થાય છે. વર્તમાન સિસ્ટમને ટી પ્લસ વન સેટલમેન્ટ(T+1) કહેવામાં આવે છે.

હવેથી ભારતના મૂડી બજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અથવા સેબીએ 28 માર્ચથી વૈકલ્પિક ધોરણે T+ઝીરો ટ્રેડ સાયકલ સેટલમેન્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. આનો અર્થ એ છે કે તમે જે દિવસે વેપાર કરો છો તે જ દિવસે ટ્રેડિંગની રકમ તમારા ડીમેટ ખાતામાં જમા થશે. હાલમાં ભારતીય શેરબજારમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાયકલ ચાલે છે.

ટી પ્લસ ઝીરો સેટલમેન્ટનો અર્થ એ છે કે શેર વેચ્યાના દિવસે જ તમારા બેંક ખાતામાં રકમજમા થઈ જશે અને તમે તરત જ પૈસાનો ઉપયોગ કરી શકશો.ભારતના કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ બે તબક્કામાં T+0 સેટલમેન્ટ લાગુ કરવાની યોજના બનાવી છે. T+0 સેટલમેન્ટના પ્રથમ તબક્કામાં, ભારતના કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે શેરબજારમાં બપોરના 1.30 વાગ્યા સુધીના તમામ સોદા માટે તે જ દિવસે સેટલમેન્ટની દરખાસ્ત કરી છે. જો તમે બપોરે 1:30 વાગ્યા પહેલા ટ્રેડ કર્યો હોય, તો તમારા ડીમેટ ખાતામાંના ફંડ અને તમારા ડીમેટ ખાતામાંથી સ્ટોક એ જ દિવસે સાંજે 4:30 વાગ્યા સુધીમાં આવી જશે.

બીજા તબક્કામાં, સેબીએ વૈકલ્પિક રૂપે ટ્રેડ સેટલમેન્ટ દ્વારા તાત્કાલિક વેપારની વ્યવસ્થા કરી છે. બીજા તબક્કામાં, જો તમે બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડ કર્યો હોય, તો પણ ભંડોળ તમારા ડીમેટ ખાતામાં આવશે. સેબીના વડાએ કહ્યું છે કે તબક્કા વનમાં વૈકલ્પિક ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં લાગુ કરી શકાય છે. શેરબજારમાં વેપાર કરતા રોકાણકારો અને વેપારીઓ માટે ત્વરિત પતાવટનો અર્થ બજારમાં પ્રવાહિતાની સ્થિતિમાં સુધારો થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎