:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

HDFC ‘હેલ્થ ઈન્સ્યોરન્સ’એ પોલિસી પાછી ખેંચી : એર્ગોએ બજારમાંથી 3 મુખ્ય હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓ પાછી ખેંચી લીધી...

top-news
  • 09 May, 2024

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકની માલિકીની સામાન્ય વીમા કંપની HDFC એર્ગોએ બજારમાંથી 3 મુખ્ય હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓ પાછી ખેંચી લીધી છે. આરોગ્ય વીમા પૉલિસી કે જે HDFC એર્ગોએ બજારમાંથી બંધ કરી દીધી છે અથવા તો પાછી ખેંચી લીધી છે.જેમાં  ‘માય: હેલ્થ સુરક્ષા’ યોજનાઓના વિવિધ પ્રકારો છે. આવી સ્થિતિમાં જે ગ્રાહકો પાસે પહેલાથી જ આ પોલિસી છે, તેમના માટે પોલિસી રિન્યૂ કરતી વખતે ધ્યાન રાખવાની બાબત કંપની દ્વારા જણાવવામાં આવી છે. 

HDFC ERGO ની ‘માય: હેલ્થ સુરક્ષા’ પોલિસીના હાલમાં બજારમાં ઘણા પ્રકારો છે. હવે કંપનીએ ‘ગોલ્ડ’, ‘પ્લેટિનમ’ અને ‘સિલ્વર’ વેરિઅન્ટની યોજનાઓ પાછી ખેંચી લીધી છે.  જેમની પાસે પહેલેથી જ આ પોલિસી છે, તે હવે જ્યારે તે રિન્યુ કરવા જશે ત્યારે નિયમોમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. જો કે આ યોજનાઓ પોલિસીની રિન્યૂ ડેટ સુધી એક્ટિવ રહેશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીનું કહેવું છે કે જે ગ્રાહકોની પોલિસી 7 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રિન્યૂ થવાની છે, તેઓ કંપનીના નવા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન HDFC એર્ગો ઓપ્ટિમા રિસ્ટોર પ્લાનમાં શિફ્ટ થઈ શકે છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ગ્રાહકને બંધ કરવામાં આવેલી ત્રણ પોલિસી પર કોઈ બોનસ મળ્યું હોય તો તેને નવી પોલિસીમાં શિફ્ટ કરવાથી કોઈ નુકસાન થશે નહીં. તેમનું બોનસ નવી પોલિસીના રિન્યૂઅલ સમયે ટ્રાન્સફર કરવામાં આવશે.

એટલું જ નહીં ગ્રાહકોને તે તમામ હોસ્પિટલોમાં પ્રવેશ મળતો રહેશે. જે તેમને તેમની અગાઉની પોલિસી હેઠળ મળતી હતી. જ્યારે આ પોલિસીઓની વિશેષતાઓ લગભગ સમાન છે, ત્યારે ગ્રાહકોના પ્રીમિયમ પર વધુ અસર થવાની અપેક્ષા નથી. HDFC એર્ગોએ આ પોલિસીઓ બંધ કરવા માટે કોઈ કારણ આપ્યું નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎