:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈન્ડિયા પોસ્ટે ફ્રેન્ચાઈઝી સુવિધા શરૂ કરી : વ્યક્તિની વય 18 થી વધુ,પરિવારમાંથી કોઈપણ પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ન હોવો જોઈએ

top-news
  • 11 May, 2024

ઘરેબેઠા કમાણી કરવા માટે તમારી પાસે હવે નવો વિકલ્પ ઈન્ડિયા પોસ્ટ લઈ આવી રહ્યા છે , જેમાં તમારી પાસે જો  200 વર્ગફૂટનો એરિયાનો ખાલી પડેલો હોય તો તમે તેના દ્વારા કમાણી આરામથી કરી શકો છો,માત્ર નજીવી થાપણ મૂકી પોસ્ટ ઓફિસની  ફ્રેન્ચાઈઝી સુવિધાનો ઉપયોગ કરી આવક રળી શકો છો. 
અને એ પણ સરકારી સંસ્થા સાથે જોડાણ કરી ,  આ માટે તમે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈ કમાણી કરી શકો છો. હાલ દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. સરકાર સમય-સમય પર તેની સુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે. જેના મારફત મની ઓર્ડર મોકલવો, સ્ટેમ્પ-સ્ટેશનરી, પોસ્ટ મોકલવી અને મંગાવવી, નાની બચત યોજનાઓ શરૂ કરવા સહિત તમામ કામ પોસ્ટ ઓફિસમાં થાય છે.

ઈન્ડિયા પોસ્ટે નવી પોસ્ટ ઓફિસ શરૂ કરવા ફ્રેન્ચાઈઝી સ્કીમ શરૂ કરી છે. જેમાં તમે પોસ્ટ ઓફિસ શરૂ કરી આવક ઉભી કરી શકો છો. દેશના અનેક વિસ્તારોમાં હાલ પોસ્ટ ઓફિસની સેવાઓ ઉપલબ્ધ નથી. જેથી ઈન્ડિયા પોસ્ટે ફ્રેન્ચાઈઝી સુવિધા શરૂ કરી છે.

પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવે છે. જેમાં એક ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને બીજુ પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી છે. વધુમાં એજન્ટ્સ તરીકે કામ કરવાની પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી પણ મળે છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તોરમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ઘેર-ઘેર સુધી પહોંચાડે છે. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી સ્કીમ અંતર્ગત કોઈપણ વ્યક્તિ નાની રકમ જમા કરી સામાન્ય પ્રક્રિયા બાદ પોસ્ટ ઓફિસ શરૂ કરી શકે છે. પોસ્ટ ઓફિસ એક સફળ બિઝનેસ મોડલ છે. જેમાં સારી એવી કમાણી કરી શકો છો.

ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિની વય 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પરિવારનો કોઈપણ સભ્ય પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો ન હોવો જોઈએ. ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિ માન્યતા પ્રાપ્ત શાળામાંથી ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ. ફ્રેન્ચાઈઝી માટે તમારે ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. ત્યારબાદ પસંદગી થવા પર ઈન્ડિયા પોસ્ટ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવાના રહેશે.

ફ્રેન્ચાઈઝી આઉટલેટ માટે ઓછું રોકાણ કરવાનું હોય છે. જેનું મુખ્યત્વે કામકાજ સર્વિસ પાસ કરવાનું હોય છે. જ્યારે પોસ્ટ એજન્ટ માટે થોડુ વધુ રોકાણ કરવું પડે છે, કારણ કે સ્ટેશનરીનો સામાન ખરીદવો પડે છે. પોસ્ટ ઓફિસ શરૂ કરવા માટે 200 વર્ગફૂટની ઓફિસ એરિયો હોવો જરૂરી છે. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી શરૂ કરવા માટે સિક્યુરિટી પેટે ઓછામાં ઓછી રૂ. 5000નું રોકાણ કરેલું હોવું જોઈએ. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી માટે તમારે https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise. pdf વેબસાઈટની મુલાકાત લેવી પડશે. પ્રત્યેક સ્પીડ પોસ્ટ માટે રૂ. 5, મની ઓર્ડર માટે રૂ. 3-5 અને પોસ્ટ સ્ટેમ્પ તથા સ્ટેશનરી પર 5 ટકા કમિશન મળે છે. વિવિધ સેવાઓ પર અલગ-અલગ કમિશન મળે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎