:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સફળ રોકાણકાર જિમ સિમન્સનું નિધન: વિશ્વના ફાઈનાન્સ વર્લ્ડને ટ્રેડિંગનું શીખવ્યું એક નવું પરિમાણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો શરૂ કર્યો ઉપયોગ

top-news
  • 11 May, 2024

વિશ્વના સૌથી સફળ રોકાણકારોમાંના એક જિમ સિમન્સનું શનિવારે 11 મેના રોજ 86 વર્ષની વયે નિધન થયું છે. ગણિતશાસ્ત્રી એવા જિમે વિશ્વના ફાઈનાન્સ વર્લ્ડને ટ્રેડિંગનું એક નવું પરિમાણ શીખવ્યું હતું. તેમણે 1980ના દાયકામાં કોમ્પ્યુટર આધારિત ક્વોન્ટિટેટિવ અભિગમ અપનાવીને ટ્રેડિંગની દુનિયામાં ક્રાંતિ લાવી હતી. જોકે નોંધવા જેવી વાત તો એ છે કે વોલ સ્ટ્રીટના લોકો પાછળથી તેમને અનુસર્યા હતા. તેમણે અને તેમની ટીમે માર્કેટમાં સતત સારા પ્રદર્શન માટે ટ્રેડિંગ અલ્ગોરિધમ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. તેના ઉપયોગથી તેમણે વોરેન બફેટ અને જ્યોર્જ સોરોસને પણ પાછળ પાડી દીધા હતા.

જિમ સિમન્સે સૌથી સફળ હેજ ફંડ્સમાંના એક રેનેસાની સ્થાપના કરી હતી. તેમના મેડેલિયન ફંડે ત્રણ દાયકા સુધી સરેરાશ 60 ટકાથી વધુ વળતર આપ્યું છે, જે પોતાનામાં એક અવિશ્વસનીય ઘટના છે. તેઓ સૌપ્રથમ વર્ષ 2010માં તેના સીઈઓ પદ પરથી નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ 2021માં ચેરમેન પદ પણ છોડી દીધું હતું. ફોર્બ્સ અનુસાર, તેમની અંદાજિત સંપત્તિ 34 અબજ ડોલર હતી.

સિમન્સે મેડિકલ, સાયન્સ રિસર્ચ અને એજ્યુકેશન વગેરે માટે અબજો ડોલરનું દાન આપ્યું હતું. તેમણે ડેમોક્રેટિક ઉમેદવારોનું સમર્થન અને લોકતંત્રને મજબૂત કરવા માટે નોંધપાત્ર દાન પણ આપ્યું હતું. સિમન્સને ગણિતની દુનિયામાં તેમના યોગદાન માટે 2022 માં ‘એબેલ પ્રાઈઝ’ એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મેં ઘણું ગણિત કર્યું. મેં ઘણા પૈસા કમાયા, અને મેં લગભગ બધા પૈસા દાનમાં આપી દીધા. આ જ મારા જીવનની કહાની છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎