:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

PM મોદીએ લીધા હતા આ શેરના નામ આજે બન્યા છે રોકેટ; તમારા પોર્ટફોલિયોમાં છે આ 10 શેરમાંથી કોઈ શેર, ચેક કરો

top-news
  • 03 Jun, 2024

શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ દરમિયાન ખાસ વાત એ રહી કે જે સરકારી કંપનીઓના શેરનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવેદનોમાં કરતા હતા, તે શેર ચૂંટણીના પરિણામ પહેલા રોકેટ બની ગયા હતા. તેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડથી લઈને દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના સ્ટોક સામેલ છે. તો ચાલો જાણીએ આવા 10 શેર વિશે...

સૌથી પહેલા વાત કરીએ શેર બજારની, જે પ્રી-ઓપનિંગમાં મજબૂત વૃદ્ધિના સંકેતો દેખાડી રહ્યા હતા અને બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરો પર પહોંચી ગયા હતા. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 2050 પોઈન્ટ ઉછળીને 76018 પર ખુલ્યો અને થોડીવારમાં 76,338.89ની નવી ટોચે પહોંચી ગયો. નિફ્ટી પણ 630 પોઈન્ટ ઉછળીને 23,338.70ના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો. 

આ સમયગાળા દરમિયાન, BSEના તમામ 30 લાર્જ કેપ શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર તેમના ભાષણો અને નિવેદનોમાં PSU કંપનીઓ વિશે વાત કરતા જોવા મળે છે અને ખાસ કરીને HAL અને LICના નફાના આંકડાઓ સાથે રજૂ કરે છે. સોમવારે શેરબજારમાં તોફાની તેજી વચ્ચે આ શેરોમાં પણ રોકેટ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. તેમાંથી કેટલાક 10 ટકા સુધી ચાલ્યા હતા, જ્યારે કેટલાકમાં બજાર ખુલ્યાની થોડીવારમાં અપર સર્કિટ લાદવામાં આવી હતી. ચાલો આવા 10 PSU સ્ટોક જોઈએ.


આરઈસી લિમિટેડઃ સરકારી કંપની આરઈસી લિમિટેડનો શેર બજાર ખુલતાની સાથે રૂ. 578 પર ખૂલ્યો હતો અને સમાચાર લખાય છે ત્યાં સુધી તે સવારે 10.16 વાગ્યે 10 ટકાના વધારા સાથે રૂ. 591.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. 1.56 લાખ કરોડની માર્કેટ મૂડી સાથે આ કંપનીના શેરનું આ 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર છે.

HPCL: યાદીમાં બીજો PSU સ્ટોક હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL શેર)નો છે, જે બજાર ખુલતાની સાથે જ 7.57 ટકા ઉછળ્યો હતો. આ પછી તેમાં વધુ વધારો થયો અને સમાચાર લખાય છે ત્યાં સુધી તે 10 ટકાના વધારા બાદ રૂ.591 પર ટ્રેડ કરી રહ્યો હતો. નોંધનીય છે કે સરકારનો આ શેર પણ રૂ. 594.80ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

NBCC (India) Ltd: ત્રીજો સ્ટોક NBCC India Ltd નો છે, જે 7.44 ટકાના તોફાની વધારા સાથે રૂ. 153 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. 27560 કરોડની માર્કેટ મૂડી ધરાવતી આ કંપનીના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે અને બજાર ખુલતાની સાથે જ તે 155 રૂપિયાના સ્તરે ખુલી ગઈ છે.આઈડીબીઆઈ બેંક લિમિટેડ: આઈડીબીઆઈ બેંકનો શેર પણ આજે મજબૂત ઉછાળા સાથે સરકારી શેરોની યાદીમાં સામેલ છે અને તે 6.50 ટકાના વધારા સાથે રૂ. 91.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે તેમાં 7 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો અને તે 93 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ: પીએમ મોદીના નિવેદનોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેર (એચએએલ શેર)નું નામ વારંવાર સાંભળવામાં આવે છે અને સોમવારે આ શેર પણ 7 ટકાથી વધુ ઉછળ્યો હતો અને રૂ. 5444ના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. સમાચાર લખાય છે ત્યારે તે 6.35 ટકા વધીને 5,289.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL શેર)ના શેરમાં પણ આજે તોફાન છે અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેમાં 7.16 ટકાનો વધારો થયો છે અને તે 317.15 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. 2.31 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી આ સરકારી કંપનીના શેર બજાર ખુલતાની સાથે જ લગભગ 9 ટકાના ઉછાળા સાથે રૂ. 323ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.



સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના શેરમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો છે અને શરૂઆતના વેપારમાં તે લગભગ 8 ટકાના ઉછાળા સાથે રૂ. 893.95ની નવી ટોચે પહોંચી ગયો હતો. ભારતની ટોપ-10 મૂલ્યવાન કંપનીઓમાં સામેલ SBIની માર્કેટ કેપિટલ પણ વધીને 7.89 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ શેર 6.55 ટકાના વધારા સાથે રૂ. 884.75 પર ટ્રેડ કરી રહ્યો હતો.

BEML લિમિટેડ: અન્ય સરકારી બેંક BEML લિમિટેડના શેર આ યાદીમાં સામેલ છે. આ PSU કંપનીનો સ્ટોક પણ સોમવારે નવા ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યો હતો. બજાર ખુલતાની સાથે જ તે લગભગ 6 ટકા વધ્યો અને 4800 ના સ્તરે ખુલ્યો, જે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ શેર 4 ટકા વધીને 4580 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ભારત ડાયનેમિક લિમિટેડ: ભારત ડાયનેમિક લિમિટેડ વિશે વાત કરીએ તો, આ સરકારી કંપનીના શેરમાં પણ 6 ટકાનો પ્રારંભિક ઉછાળો જોવા મળ્યો હતો અને તે રૂ. 1662.95ના ઊંચા સ્તરે ખુલ્યો હતો. જો કે, આ પછી તેમાં થોડો ઘટાડો થયો હતો અને તે લગભગ 4 ટકા ઉછળીને 1598 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

LIC સ્ટોકઃ દેશની સૌથી મોટી વીમા કંપની LICના શેર પણ મજબૂત ગતિએ ટ્રેડ થઈ રહ્યા છે. આ તે શેરોમાં પણ સામેલ છે, જેનો ઉલ્લેખ પીએમ મોદીના નિવેદનોમાં વારંવાર સાંભળવા મળે છે. સોમવારે LICના શેર 4 ટકાથી વધુના ઉછાળા સાથે 1058.35 રૂપિયા પર ખૂલ્યા હતા અને થોડીવાર પછી તે 1060 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. શેરમાં થયેલા વધારા વચ્ચે તેની માર્કેટ મૂડી વધીને રૂ. 6.59 લાખ કરોડ થઈ ગઈ છે.