:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

અમૂલ પછી મધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા: મધર ડેરીએ દૂધની કિંમતમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો, અમૂલે રવિવારે વધાર્યો હતો ભાવ

top-news
  • 03 Jun, 2024

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવતીકાલે એટલે કે મંગળવારે આવવાના છે. તે પહેલા જ સામાન્ય માણસોને મોંઘવારી ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે અમૂલ દૂધની કિંમતમાં વધારો નોંધાયો છે. આ વધારા પછી આજે મધર ડેરીએ પણ તેના ભાવમાં વધારો કર્યો છે. બંને કંપનીઓએ પોતાના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. 

લોકસભાની ચૂંટણીના પરિણામોને જાહેર થવા માટે હજુ એક દિવસ બાકી છે તે પહેલા જ સામાન્ય જન માણસના ખિસ્સા પર ભારણ વધી ગયું. આમ માનવીની જીવન ઉપયોગી ચીજ વસ્તુઓમાંની એક જેના વગર તેના દિવસની શરૂઆતજ ના થાય તે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ દૂધના ભાવ વધારાની સાથે  અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલની સાથે સાથે અમૂલ દહીની કિમતમાં પણ વધારો કરવાં આવ્યો છે. 

મોંઘવારીથી આમ જનતા પરેશાન થઇ ગઇ છે. પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં દિવસેને દિવસે તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે તેમાં બાકી હતું તો દૂધના ભાવમાં વધારો કરાયો છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજોના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો જનતાની પરેશાનીમાં વધારો થયો . એક પછી એક જો  બધી જ વસ્તુઓના ભાવ વધવા લાગશે તો સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન ઊભો થઈ જશે.

અમૂલ ભારતના ઘર-ઘરમાં ઓળખાતું નામ છે. આ ભારતની સુપર બ્રાન્ડ્સમાંની એક છે. એટલું જ નહીં, ભારતમાં 'શ્વેત ક્રાંતિ' લાવવામાં અમૂલનો મોટો ફાળો છે. તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી કો ઓપરેટીવનો ફેલાવો થયો અને તેના કારણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો પાયો પણ નંખાયો. ઘર ઘરમાં અમુલનું દૂધ પહોચે છે પરંતુ આ દૂધના વધતા જતા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો પડી રહ્યો છે. બજેટ ખોરવાઇ રહ્યુ છે. જેને પગલે હવે ઘેર ઘેર દૂધ પહોંચાડનાર દૂધવાળા ભૈયાઓ , નાની ડેરીઓ પણ દૂધના અને દૂધની બનાવટોમાં ભાવમાં વધારો જૉવા મળશે. 

અમૂલનું દૂધ માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા સુધી પહોચે છે. તાજેતરમાં જ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની 108 વર્ષ જૂની ડેરી 'મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન' સાથે તાજેતરમાં કરાર કર્યો છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી હતી.