:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ભારતીય શેરબજારને ચૂંટણીનું પરિણામ પસંદ ન આવ્યું: અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર ઘટ્યા, આ 5 શેરમાં જોવા મળ્યો સૌથી વધુ ઘટાડો

top-news
  • 04 Jun, 2024

લોકસભા ચૂંટણી 2024ના શરૂઆતના રુઝાન ભારતીય શેરબજારને પસંદ ન આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. સવારે 10.06 કલાકે સેન્સેક્સ 1659 અંક ઘટી 74809 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 503 અંક ઘટી 22760 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એચયુએલ, નેસ્લે, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એચયુએલ 2.85 ટકા વધી 2422.00 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 1.80 ટકા વધી 2385.05 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ, પાવરગ્રીડ કોર્પ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એસબીઆઈ 5.35 ટકા ઘટી 857.30 પર કારોબાર કરી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 5.51 ટકા ઘટી 319.10 પર કારોબાર કરી રહ્યો છે. 

સવારે 9 વાગ્યે નિફ્ટીમાં લગભગ 600 અંકનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં 1500 અંકનો મોટો ઘટાડો નોંધાયો હતો. સરકારી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી, બેન્ક નિફ્ટીમાં લગભગ 3 ટકા ઘટાડો નોંધાયો છે. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે. અદાણી પોર્ટ્સના શેરમાં 9 ટકા  ઘટાડો નોંધાયો છે. અદાણી પાવરમાં 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા ઘટાડો, અદાણી એન્ટરપ્રાઈઝમાં 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. LICમાં 10 ટકા, HALમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિલાયન્સમાં સાડા ચાર ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 
 
એનડીએ બહુમતીના આંકડાને પાર કરી ગયુ છે. તેના ખાતામાં 275 સીટો. જ્યારે ઈન્ડિયા એલાયન્સના ખાતામાં 201 સીટો આવી છે. આજે મતગણતરી શરૂ થતાં જ  ખ કલાકમા એ  જેવા મળ્ઉં કે એનડીએ સૌથી આગળ છે અને હવે રૂઝાન કે વલણ દર્શાવે છે કે એનડીએએ બહુમતિ માટે જરૂરી એવી 272નો આંકડો વટાવી લીધો છે. અને ઇન્ડિયા ગઠબંધન 200ની આસપાસ છે.

લોકસભા ચૂંટણી-2024 માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. આ પ્રક્રિયા 8 વાગ્યે શરૂ થઈ હતી. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે 1 જૂનના રોજ સમાપ્ત થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે ભાજપે આ વખતે 400 થી વધુ સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે 25 થી વધુ વિરોધ પક્ષો એક મંચ પર એકઠા થયા હતા.