:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શેરબજારમાં ચૂંટણીનાં પરિણામનું સુનામી આવ્યું: સેન્સેક્સ 6000 અંક તૂટ્યો, નિફ્ટી 1900 અંક ઘટ્યો; એક જ દિવસમાં 30 લાખ કરોડ ધોવાયા

top-news
  • 04 Jun, 2024

એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીના મતોની ગણતરી ચાલી રહી છે. તો બીજી તરફ જે રુઝાન આવી રહ્યાં છે, તે શેરબજારને પસંદ આવી રહ્યાં નથી. શેરબજારમાં કારોબારની શરૂઆતના ઘટાડા પછી જોતજોતામાં સુનામી આવ્યું. આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં સેન્સેક્સ 6000 અંકથી વધુ ઘટીને કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1900 અંકથી વધુ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. 

સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે સેન્સેક્સ 2500 અંક અને નિફ્ટી 733 અંકના વધારા સાથે બંધ થયો હતો. જોકે તેનાથી પણ વધુ ઝડપથી આજે બંને ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલા આ ઘટાડાના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે અને બીએસઈ મીડકેપ  મુજબ, તેમની લગભગ 30 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે.

સ્ટોક માર્કેટમાં આવેલા સુનામીની વચ્ચે બીએસઈના 30માંથી 29 શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એનટીપીસીના શેર 19.68 ટકા ઘટીને 314 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય એસબીઆઈનો શેર 16.76 ટકા, પાવર ગ્રીડનો શેર 5.74 ટકા, ટાટા સ્ટીલનો શેર 9.99 ટકા, ટાટા મોટર્સનો શેર 9.96 ટકા, ભારતી એરટેલના શેર 9.84 ટકા, રિલાયન્સ 9.67 ટકા અને એચડીએફસી બેન્કના શેર 6.18 ટકા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. 

સોમવારે ભારતીય અબજપતિ ગૌતમ અદાણીની ભારતીય શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જે આજે ધરાશાયી થતા જોવા મળ્યા. બપોરે 12 વાગ્યે અદાણી પોર્ટ્સ 23 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 20 ટકા, અંબુજા સિમેન્ટ 20 ટકા, એનડીટીવી 20 ટકા, અદાણી પાવર 18 ટકા, અદાણી ગ્રીન એનર્જી 18 ટકા, અદાણી ટોટલ ગેસ 16 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

લોકસભા ચૂંટણી-2024 માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. આ પ્રક્રિયા 8 વાગ્યે શરૂ થઈ હતી. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે 1 જૂનના રોજ સમાપ્ત થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે ભાજપે આ વખતે 400 થી વધુ સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે 25 થી વધુ વિરોધ પક્ષો એક મંચ પર એકઠા થયા હતા.

દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.