ભારતીય શેરબજારનો હનુમાન કૂદકો: સેન્સેક્સ 1651 અંક વધ્યો, નિફ્ટીએ 22300ની સપાટી વટાવી; HUL, M&M, નેસ્લેના શેર વધ્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan05062024_061916_Stock Market 129.webp)
- 05 Jun, 2024
ચૂંટણીના પરિણામની નેગેટિવ અસરના પગલે ગઈકાલે ભારતીય શેરબજારોના બંને ઈન્ડેક્સ એટલે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 6000 અંક તૂટ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 1900 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે ભારતીય શેરબજારોએ ફરી એક વખત હનુમાન કૂદકો લગાવ્યો છે. સવારે 11.40 કલાકે સેન્સેક્સ 1651 અંક વધી 73730 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 516 અંક વધી 22400 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર એચયુએલ, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, મારૂતિ સુઝુકી સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એચયુએલ 7.51 ટકા વધી 2683.75 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 4.82 ટકા વધી 2544.20 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 4.21 ટકા વધી 2978.70 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 3.39 ટકા વધી 429.50 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 3.02 ટકા વધી 12486.55 પર કારોબાર કરી રહ્યો છે.
લાર્સન, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લાર્સન 5.28 ટકા ઘટી 3223.25 પર કારોબાર કરી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 4.44 ટકા ઘટી 282.75 પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી 3.27 ટકા ઘટી 320.55 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 2.13 ટકા ઘટી 758.65 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.82 ટકા ઘટી 1053.65 પર કારોબાર કરી રહ્યો છે.
મંગળવારે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળો સેન્સેક્સ 1700 અંક ઘટીને, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 400 અંક ઘટીને ખુલ્યો હતો. જોકે પછીથી જેમ-જેમ ચૂંટણીના પરિણામો આવતા ગયા હતા, તેમ-તેમ શેરબજાર પત્તાની જેમ વિખેરાતું ગયું હતું. બપોરે 12 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 6094 અંક તૂટ્યું હતું અને નિફ્ટી પણ 1900 અંક તૂટ્યો હતો.
જોકે માર્કેટ બંધ થાય ત્યા સુધીમાં ઘણી રિકવરી પણ જોવા મળી હતી. સેન્સેક્સ 4389.73 અંક ઘટીને 72079.05 પર બંધ થયો હતો. નિફ્ટી 1379.40 તૂટીને 21884.50ના લેવલે ક્લોઝ થયો હતો. શેરબજારમાં આવેલી સુનામીમાં સ્ટોક માર્કેટના રોકાણકારોના 31 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હતા.