લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ: સાંજના 5 વાગ્યા સુધીમાં 56.68 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73 ટકા વોટિંગ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan20052024_131427_election new 99.webp)
- 20 May, 2024
લોકસભા ચૂંટણીનાં 5માં તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. આંકડાઓ પર નજર કરીએ તો 5 વાગ્યા સુધીમાં 56.68 ટકા વોટ પડ્યા છે. ઓછા અને વધુ મતદાનની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનું સૌથી ઓછું વોટિંગ થયું છે. જ્યારે લદ્દાખ, ઝારખંડ, ઓડિશા એવા રાજ્યો છે, જ્યાં 60 ટકાથી વધુ વોટિંગ થયું છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વોટિંગ ટકાવારી સૌથી ઓછી છે. અહીં 73 ટકા લોકોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાના મત્તાધિકારનો પ્રયોગ કર્યો છે.
પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં 52.35 ટકા, જમ્મુઅનેકાશ્મીરમાં 54.21 ટકા, ઝારખંડમાં 61.90 ટકા, લદ્દાખમાં 67.15 ટકા, મહારાષ્ટ્રમાં 48.66 ટકા, ઓડિશામાં 60.55 ટકા, ઉત્તરપ્રદેશમાં 55.80 ટકા અને પશ્ચિમ બંગાળમાં 73.00 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર મતદાન થયું હતું. આ સિવાય ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર 8 કરોડ 95 લાખથી વધુ મતદાતાઓ નોંધાયા હતા. જ્યારે વોટિંગ માટે 94,732 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાંચમાં તબક્કાની 49 લોકસભા સીટો પર કુલ 695 ઉમેદવારો મેદાનમાં હતા. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ માટે મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે પાંચમાં તબક્કામાં સૌથી ઓછી એટલે કે 49 સીટો માટે મતદાન થયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ