:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ઈઝરાયલને ઝટકો, યુરોપના દેશોનો મોટો નિર્ણય: આયરલેન્ડ, નોર્વે અને સ્પેને પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકેની સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી

top-news
  • 22 May, 2024

આયરલેન્ડ, નોર્વે અને સ્પેને પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકેની સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી છે. જાહેરાતથી ગુસ્સે ભરાયેલા ઈઝરાયલે તાત્કાલિક ધોરણે આ ત્રણેય દેશોમાં રહેલા પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આયરલેન્ડના વડાપ્રધાન સાઈમન હેરિસે બુધવારે જણાવ્યું હતું કે આ આયરલેન્ડ, સ્પેન અને નોર્વેએ સાથે લીધેલું પગલું છે. તેનો હેતું ટુ-સ્ટેટ સોલ્યુશનના માધ્યમથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના કાયમી સંઘર્ષનું સમાધાન લાવવાનો છે.


ત્રણેય દેશોના નિર્ણયથી ઈઝરાયલ ભડક્યું હતું. તેના વિદેશમંત્રી કાટ્ઝેએ આયરલેન્ડ અને નોર્વેથી ઈઝરાયલના રાજદૂતને તાત્કાલિક ધોરણે દેશ પરત ફરવા આદેશ કરી દીધો છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે કહ્યું કે તેમનો દેશ 28 મેના રોજ પેલેસ્ટાઈનને એક સ્ટેટ તરીકે માન્યતા આપશે. કાટ્ઝેએ કહ્યું કે નોર્વે અને આયરલેન્ડ સાંભળી લે કે અમે આ મામલે ચુપ નથી બેસવાના.

ચાલુ મહિનાની શરૂઆતમાં સ્પેનના વિદેશમંત્રી જોસ અલ્બેરેસે કહ્યું હતું કે તેમણે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની તેમની સરકારની મંશા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી. જોકે સ્પેનને પણ ઈઝરાયલે ચેતવણી આપતાં કહ્યું હતું કે તેની સામે પણ અમે નોર્વે અને આયરલેન્ડ જેવા જ પગલાં ભરીશું.