:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં આગ: ઘણા કિલોમીટર સુધી સંભળાયો બ્લાસ્ટનો અવાજ, 6 લોકો ઈજાગ્રસ્ત; ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી

top-news
  • 25 May, 2024

છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે પછી જોત જોતામાં ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટના બેમેતરા જિલ્લાથી 70 કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં થઈ છે. ઘટનાના પગલે હાલ લોકોમાં ભયનો માહોલ છે. 




બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. SDRF અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે. આગ એટલી ભીષણ છે કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. ફેક્ટરીમાં વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો.



કહેવામાં આવી રહ્યું છે કે ઘટનામાં મૃતકોની સંખ્યા મોટી હોઈ શકે છે કારણ કે ઘટના સમયે ફેક્ટરીમાં કર્મચારીઓ હાજર હતા. આગના તણખાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટો બાદ ફેક્ટરીનો કાટમાળ દૂર સુધી પડ્યો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા.