:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રાજકીય પક્ષોની સંખ્યામાં આશ્ચર્યજનક વધારો: 2009થી 2024 સુધીમાં લોકસભા ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં 104 ટકાનો વધારો નોંધાયો

top-news
  • 31 May, 2024

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 2009 થી 2024 સુધીમાં લોકસભા ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં 104 ટકાનો વધારો થયો છે. એડીઆર દ્વારા 2024ની ચૂંટણીમાં લડી રહેલા 8,337 ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી ચૂંટણી પહેલાની એફિડેવિટ્સનું વિશ્લેષણ કરીને ઘણી માહિતી આપી છે. આ વર્ષે ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા ઉમેદવારોને તક આપવાના મામલે મુખ્ય પક્ષોમાં સૌથી આગળ છે. ભાજપના 440 ઉમેદવારોમાંથી 69 મહિલાઓ છે. આ તેના કુલ ઉમેદવારોના 16 ટકા છે. જ્યારે કોંગ્રેસ 327 ઉમેદવારોમાંથી 41 મહિલાઓ (13 ટકા) સાથે બીજા સ્થાને છે.

તુલનાત્મક રીતે, આ બાબતમાં નાના પક્ષોનું પ્રદર્શન મુખ્ય પક્ષો કરતાં સારું જોવા મળ્યું હતું. તમિલનાડુ કચ્છી દળના 40 ઉમેદવારોમાંથી 20 મહિલા છે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે 40 ટકા મહિલા ઉમેદવારો છે. ફરીથી ચૂંટણી લડનારા ઉમેદવારોની સંપત્તિમાં 43 ટકાનો વધારો થયો છે.  એડીઆર રિપોર્ટ મુજબ આ લોકસભા ચૂંટણીમાં ફરીથી લડી રહેલા 324 સાંસદોની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 43 ટકાનો વધારો થયો છે. 2019 માં, આ સાંસદોની સરેરાશ સંપત્તિ લગભગ 21.55 કરોડ રૂપિયા હતી, જ્યારે વર્તમાન ચૂંટણીમાં સરેરાશ સંપત્તિ વધીને 30.88 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 9.33 કરોડનો વધારો દર્શાવે છે.



એડીઆર મુજબ, 8,360 ઉમેદવારોમાંથી સૌથી વધુ હિસ્સો અપક્ષ ઉમેદવારો (3,915)નો છે. આ પછી, રજિસ્ટર્ડ અપ્રમાણિત પક્ષોમાંથી 2,580 ઉમેદવારો મેદાનમાં છે. 1,333 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોમાંથી જ્યારે 532 ઉમેદવારો રાજ્ય પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના મોટા વર્ગ સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે. ભાજપના 440 ઉમેદવારોમાંથી 191 ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ નોંધ્યા હોવાનું જાહેર કર્યું છે. જ્યારે કોંગ્રેસના 327 ઉમેદવારોમાંથી 143 (44 ટકા) પર ફોજદારી
કેસ જાહેર થયા છે.

સમાજવાદી પાર્ટીના કુલ 71 ઉમેદવારોમાંથી 40 પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. સીપીઆઈના 52 ઉમેદવારોમાંથી 33એ ફોજદારી કેસ જાહેર કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસના 48માંથી 20 ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. છેલ્લા 15 વર્ષમાં લોકસભાની ચૂંટણી લડતી મહિલા ઉમેદવારોની સંખ્યામાં સતત વધારો થયો છે. કુલ ઉમેદવારોમાં મહિલા ઉમેદવારોનો હિસ્સો 2009માં સાત ટકાથી વધીને 2024માં 9.6 ટકા થયો છે. આ વર્ષે 8,337 ઉમેદવારોમાંથી 797 મહિલા ઉમેદવારો મેદાનમાં છે.